રક્ષાના અનુસંધાન અને વિકાસ સંગઠન(DRDO)ના એક કાર્યક્રમમાં રક્ષાપ્રઘાને જણાવ્યું હતું કે, "હું પાકિસ્તાનને પૂછવા માગું છું કે, કાશ્મીર તેમનું હતું જ ક્યારે ? કાશ્મીર હંમેશાથી ભારતનો ભાગ રહ્યો છે. તેના પર પાકિસ્તાનનો કોઈ અધિકાર નથી. કાશ્મીર હંમેશાથી ભારતનું હતું ને રહેશે. "
આગળ વાત કરતાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, "પાકિસ્તાને પોતાના ભાગમાં આવેલાં કાશ્મીરમાં માનવઅધિકારના ઉલ્લઘન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ."
જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370ને નાબૂદ કરતાં રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજિત કરવામાં આવ્યું છે. ભારત સરકારના આ નિર્ણયને લઈ પાકિસ્તાનની પ્રતિકૂળ પ્રતિક્રિયા વિશે રક્ષા પ્રધાન સિંહે કહ્યું હતું કે, "કોઈ પણ દેશ વર્તમાન મુદ્દાને લઈ પાકિસ્તાનની સાથે નથી."
સંબોધન દરમિયાન રાજનાથે કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનને પૂછ્યું કે, કાશ્મીર તામારૂં હતું ક્યાં ? તો તમે રડી રહ્યાં છો, પાકિસ્તાનના અસ્તિત્વને અમે સન્માન કરીએ છીએ. પણ કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનનો કોઈ અધિકાર રહેતો નથી.