નવી દિલ્હી: ગોવાના રાજયપાલ સત્યપાલ મલિક ગાઝિયાબાદમાં એક કાર્યક્રમમાં પહોંચ્યા હતાં. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, દિલ્હીમાં CAAની સામે થઇ રહેલી હિંસામાં પાકિસ્તાનનો હાથ છે. આ નાગરિકતા સંશોધન કાયદાથી કોઇપણ ભારતીયને નુકસાન નથી. આ કાયદાને લઇને અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. તે અફવાઓ પર ધ્યાન આપવું જોઇએ નહીં.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાનના ઇરાદા નાપાક છે અને પાકિસ્તાનના ઇશારે ભારતમાં તોફાનો થઈ રહ્યાં છે. પોલીસ તેનું કામ કરી રહી છે. તેમજ પાકિસ્તાનના આ ઇરાદાઓને ક્યારેય સફળ થવા દેશે નહીં.