જયપુર: બાડમેરના બીઝરાડ વિસ્તારમાંથી એક પાકિસ્તાની જાસૂસને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમને 2 નવેમ્બર સુધી પોલીસ રિમાન્ડમાં મોકલવામાં આવ્યો છે. આરોપીનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં તેમને ISI સાથે કરેલી વાતચીતના પુરાવા છે.
પાકિસ્તાન લાંબા સમયથી સરહદી વિસ્તારમાં સૈન્ય ગતિવિધીઓ સાથે જોડાયેલી મહત્વની સુચના પાકિસ્તાની ખુફિયા એજન્સી આઈએસઆઈના હૈડલર્સને મોકલવાનું કામ કરી રહ્યો હતો. પાકિસ્તાની જાસુસના ઈનપુટ મળવા પર રાજસ્થાન ATS અને રાજસ્થાન ઈન્ટેલિજન્ટ સતત નજર રાખી રહી હતી. ત્યારબાદ બાડમેરમાંથી ધરપકડ કરી જયપુર લાવવામાં આવ્યો હતો. જ્યાં પુછપરછ દરમિયાન પાકિસ્તાની ખુફિયા એજન્સી ISI હૈડલર સાથે થયેલી વાતચીત સામે આવી છે.
બાડમેરથી ધરપકડ કરાયેલા પાકિસ્તાની જાસૂસ રોશનદીનને સીઆઈડીની સ્પેશિયલ પોલીસ સ્ટેશન પર પુછપરછ કર્યા બાદ શાસકીય ગુપ્ત વાત એક્ટ 1923 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. આરોપીને કોર્ટમાં રજુ કરી 2 નવેમ્બર સુધી પોલીસ રિમાન્ડમાં લેવામાં આવશે. જ્યાં તેમની પુછપરછ કરવામાં આવશે.પુછપરછમાં આરોપીએ વાતની કબુલાત કરી કે, તે તેમના મોબાઈલના માધ્યમથી સરહદી વિસ્તાર અને સેના સાથે સંબંધિત માહિતી આઈએસઆઈ એજેન્ટનો વૉટ્સએપના માધ્યમથી મોકલતો હતો.
પૂછપરછમાં આરોપીના કેટલાક અન્ય પાકિસ્તાની જાસૂસો સાથેના સંબંધો બહાર આવ્યા છે. તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અગાઉ ધરપકડ કરાયેલા કેટલાક પાકિસ્તાની જાસૂસો સાથે પણ આરોપીનું નેટવર્ક જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. જે અંગે તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો :