પટના: સાયબર ક્રાઇમ એ હાલના યુગનો સૌથી મોટો પડકાર છે. તાજેતરમાં એક ઘટના સામે આવી છે. જેમાં પટના લો કોલેજની વેબસાઇટને હેક કરવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે, કોલેજની વેબસાઇટ પાકિસ્તાની હેકરોએ હેક કરી છે. મળતી માહિતી મુજબ હન્ટર બાજવા નામની સંસ્થાએ આ કોલેજની વેબસાઇટ હેક કરી હતી.
હેકરોએ ખુલ્લેઆમ લખ્યું હતું કે 'વીઆર પાકિસ્તાની હેકર્સ ' અને અમે લો કોલેજની સાઇટ હેક કરવામાં આવી છે '. તેમની માહિતી આપતા હેકરોએ લખ્યું છે કે, તેઓ પાકિસ્તાની હેકરો છે અને દરરોજ ઘણી વેબસાઇટ્સ હેક કરે છે.
આ બાબતની માહિતી મળતાની સાથે જ લો કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તેમના સોશિયલ એકાઉન્ટ દ્વારા આ માહિતી એકબીજાને શેર કરવાનું શરૂ કર્યું.
આ પછી લો કોલેજ વહીવટી તંત્રને આ સમગ્ર મામલાની જાણકારી મળી હતી. કલેજ વહીવટી તંત્રએ સ્થાનિક વહીવટી તંત્ર તેમજ સાયબર સેલને ફરિયાદ કરી હતી. હાલમાં સાયબર સેલ અને પટના પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.