- પાકિસ્તાન હજુ પણ આતંકવાદીઓને આશરો આપી રહ્યો છે: વિદેશ મંત્રાલય
- વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવની પત્રકાર પરિષદ
- FATFની ત્રણ દિવસીય ઓનલાઇન બેઠક
- પાકિસ્તાન આતંકવાદી જૂથો વિરુદ્ધ કાર્યવાહી
નવી દિલ્હી : Financial Action Task Force (FATF)ની ત્રણ દિવસીય ઓનલાઇન બેઠકમાં પાકિસ્તાન આતંકવાદી જૂથો વિરુદ્ધ કરવામાં આવતી કાર્યવાહીની સમીક્ષા કરી રહ્યું છે. ભારતે કહ્યું કે, પાકિસ્તાન મસૂદ અઝહર અને જાકીઉર રહેમાન લખવી જેવા યુએન દ્વારા ઘોષિત આતંકવાદી સંગઠનો અને આતંકવાદીઓને સલામત વાતાવરણ પ્રદાન કરી રહ્યો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવની પત્રકાર પરિષદ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, પાકિસ્તાને આતંકના ભંડોળને રોકવા માટે 'ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ' દ્વારા નિર્દેશિત 27 એક્શન પોઇન્ટ્સમાંથી માત્ર 21 પર કાર્યવાહી કરી છે.જ્યારે પાકિસ્તાનને FATFને બ્લેકલિસ્ટ કરવાની શક્યતા પર સવાલ કરવામાં આવ્યા ત્યારે શ્રીવાસ્તવે કહ્યું કે એફએટીએફની પોતાની કાર્યવાહી છે અને આવી કાર્યવાહીના નિયમો છે.
શ્રીવાસ્તવે કહ્યું કે પાકિસ્તાને FATF દ્વારા સૂચવેલા એક્શન પ્લાનના કુલ 27 મુદ્દાઓ પરથી માત્ર 21 મુદ્દા પર જ કામ કર્યું છે. હજુ 6 મહત્વના મુદ્દાઓ પર કામ કરવાનું બાકી છે.
તેમણે કહ્યું કે બધાને ખબર છે કે, પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને સલામત વાતાવરણ પૂરૂ પાડી રહ્યો છે.યુએન સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા મસુદ અઝહર, દાઉદ ઇબ્રાહિમ, જાકીઉર રહેમાન લખવી વગેરે વિરુદ્ધ પાકિસ્તાને પણ કોઈ કાર્યવાહી કરી નથી.