મીડિયા અહેવાલ પ્રમાણે, પાકિસ્તાને એવી શરત મુકી છે કે, અધિકારીઓ અને જાધવ વચ્ચેની મુલાકાત દરમિયાન પાકિસ્તાનનો એક ઉચ્ચ અધિકારી પણ ઉપસ્થિત રહેશે. ભારતે આ શરતને મંજુર રાખી નથી.
આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશ પછી પાકિસ્તાને જાઘવને રાજદ્વારી મદદ આપવા માટેની તૈયારી બતાવી હતી.
મળતી માહિતી પ્રમાણે જાધવ અને રાજદૂતો વચ્ચેની મુલાકાત શુક્રવારે બપોરે 3 વાગ્યે નક્કી થઈ હતી. આ પહેલા ગુરુવારે ભારતે પાકિસ્તાનને પત્ર લખ્યો હતો. ભારતે સ્પષ્ટતા કરી હતીં કે જાધવ અને રાજદ્વારી વચ્ચેની મુલાકાત કોઈ પણ જાતની રોકટોક વગર થવી જોઈએ.
ગુરુવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યુ હતું કે, શુક્રવારે જાધવને દૂતાવાસનો સંપર્ક કરવા મંજૂરી અપાશે. પરંતુ, હવે પાકિસ્તાન તેની વાત પરથી ફરી ગયુ છે.