શ્રીનગર :ચીને અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાન પણ તેમની નાપાક હરકતથી બાજ આવતું નથી. ભારત-ચીન વિવાદ વચ્ચે પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લધંન કર્યું છે. પાકિસ્તાન જમ્મૂ-કાશ્મીરના નૌગામ સેક્ટરમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંધન કર્યું છે.
16 જૂનના રોજ પાકિસ્તાને ફાયરિંગ શરુ કર્યું હતું. પાકિસ્તાને મોર્ટાર અને અન્ય હથિયારોથી સરહદ પર ફાયરિંગ કર્યું હતું. ભારતીય સેનાએ પણ પાકિસ્તાની નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપ્યો છે.આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.