પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, "વડાપ્રધાને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને અધિકૃત કાશ્મીર પર પાકિસ્તાનની સ્થિતી વિશે જાણકારી આપી હતી. તેમજ વડાપ્રધાન અનેક નેતાઓ સાથે પણ ચર્ચા કરી રહ્યાં છે."
ભારતીય બંધારણના અનુચ્છેદ 370ને હટાવવાના નિર્ણયને લઈ દિલ્હી અને ઈસ્લાબાદના સંબંધોમાં તણાવ ઉભો થયો હતો.
કુરૈશીના જણાવ્યા અનુસાર, "ઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યોમાં ચાર સાથે ચર્ચા કરીને કાશ્મીરની સ્થિતિને અવગત કર્યા હતા." આમ, અનુચ્છેદ 370 રદ કરવાના કારણે પાકિસ્તાનની સ્થિતિને કાબૂમાં લેવા માટે ઇમરાન ખાને રાજકીય નેતાઓનો સહારો લઈ રહ્યાં છે.