પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે રવિવારે એક નિવેદનમાં કહ્યું કે, આ રાજકિય નકશાને પાકિસ્તાને ફગાવે છે. પાકિસ્તાને કહ્યું કે, ભારત દ્વારા લેવામાં આવેલા કોઈ પણ નિર્ણય સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્ય જમ્મુ કાશ્મીરની સ્થિતિને બદલી ના શકે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ કાશ્મીર અને લદ્દાખના અસિતત્વમાં આવ્યા બાદ શનિવારે પોતાનો નવો રાજકિય નકશો જાહેર કર્યો હતો. જેમાં સંપૂર્ણ કાશ્મીરને ભારતનો ભાગ દેખડાવમાં આવ્યું છે.
ભારત કેન્દ્રશાસિત પ્રદેશો સાથે નવો નક્શો જાહેર કર્યો હતો.
આ પણ વાંચો...ભારત સરકારે જાહેર કર્યો નવો નકશો,POK જમ્મુ-કાશ્મીરનો ભાગ અને ગિલગિટ બાલ્ટિસ્તાન લદ્દાખનો ભાગ
નવા નકશામાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરનો ભાગ છે. જ્યારે ગિલગિટ, બાલિસ્ટસ્તાન બીજા કેન્દ્રશાસિત વિસ્તારોમાં લદ્દાખમાં સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, પાંચ ઓગસ્ટે ભારત સરકારે કલમ 370ને રદ કરીને જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રીય શાસિત પ્રદેશ જાહેર કર્યાં હતાં. 31 ઓક્ટોબરથી આ બંને પ્રદેશ કેન્દ્ર શાસિત બન્યા છે.