પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું કે, પાકિસ્તાન CABની નિંદા કરે છે. કારણ કે, બિલ ધર્મ અથવા આસ્થાના આધાર પર માનવ અધિકારો અને આંતરરાષ્ટ્રીય કાયદાનો ઉલ્લંધન કરે છે અને ખાસ કરીને લધુમતીઓના અધિકારો અને તેની સુરક્ષા માટે ચિંતાજનક છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ટ્વીટ કરીને ભારતના લોકસભામાં પસાર થયેલા નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કર્યો છે. પાકિસ્તાન પહેલા જ જમ્મુ-કાશ્મીરની કલમ 370ને હટાવાનો વિરોધ કરી રહ્યો હતો. હવે વધુ એક નિર્ણયના વિરોધમાં ઉતરી ગયું છે. ઇમરાન ખાને ટ્વીટ કરીને મોદી સરકાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર નિશાન સાંધ્યું. ઇમરાન ખાને આરોપ મૂકયો કે, આ બિલ બંને દેશોની વચ્ચે થયેલી સમજૂતીની વિરૂદ્ધ છે.
ભારત સરકાર જે નાગરિકતા સંશોધન બિલ લાવ્યું છે, તેના અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવનાર હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, સિખ, ઇસાઇ શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળવામાં સરળતા થશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના કાયદામાં આ ઇસ્લામિક દેશ છે, આથી ત્યાં મુસ્લિમ અલ્પસંખ્યક નથી. આથી તેને આ બિલમાં સામેલ કરાયું નથી.
આ બિલ 10 કલાકથી પણ વધુ ચર્ચા ચાલી હતી. જેમાં મધ્યરાત્રે લોકસભામાં બિલ પાસ થયું હતું. જેમાં સમર્થનમાં 311 અને વિપક્ષમાં 80 મત પડ્યા હતા.આ બિલ અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફગાનિસ્તાનમાં ધાર્મિક રૂપથી ઉત્પીડિત હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ, પારસી અને ઇસાઇ ધર્મના નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે.