- કુલભૂષણ જાધવની સજાની કરાશે સમીક્ષા
- સમીક્ષા કરવા અંગેના બિલને મળી મંજૂરી
- પાકિસ્તાન નેશનલ એસેમ્બલીએ બિલને આપી મંજૂરી
- કુલભૂષણ જાધવ પાકિસ્તાનની જેલમાં બંધ છે
ઈસ્લામાબાદઃ મીડિયામાં ગુરુવારે આવેલા સમાચાર અનુસાર, આ બિલનું નામ 'ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (સમીક્ષા અને પુનઃવિચારણા)' આપવામાં આવ્યું છે. આ બિલને લઈને થઈ વિપક્ષ દ્વારા કરવામાં આવતા વિરોધની વચ્ચે પાકિસ્તાન નેશનલ એસેમ્બલીની કાયદા અને ન્યાય સંબંધી સ્થાયી સમિતિએ ચર્ચા કરીને આ બિલને મંજૂરી આપી દીધી છે. જોકે આ બિલને ના લાવવા માટે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધનો પણ સામનો કરવો પડ્યો. સમિતિની ચર્ચામાં હિસ્સો લેતા પાકિસ્તાનના ન્યાય અને કાયદા પ્રધાન ફરોગ નસીમે કહ્યું કે, આ બિલ આંતરાષ્ટ્રીય કોર્ટના નિર્દેશોનું પાલન કર્યા બાદ લાવવામાં આવ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે, જો આ બિલને સંસદ મંજૂરી નહીં આપે તો પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણયનું અનુપાલન ન કરવા પર પ્રતિબંધોનો સામનો કરવો પડશે.
પાકિસ્તાને 2017માં જાસૂસીના ખોટા આરોપ સાથે જાધવની કરી હતી ધરપકડ
ઉલ્લેખનીય છે કે, જાસૂસી અને આતંકવાદમાં સંડોવણીના ખોટા આરોપમાં ભારતીય નૌસેનાના નિવૃત્ત 50 વર્ષીય અધિકારી કુલભૂષણ જાધવને પાકિસ્તાનની સૈન્ય કોર્ટે એપ્રિલ 2017માં મોતની સજા સંભળાવી હતી. ભારતે પાકિસ્તાનની સૈન્ય કોર્ટના આ ચુકાદા અને જાધવને રાજદ્વારી સંપર્ક આપવાના મનાઈ કરવા સામે વર્ષ 2017માં જ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ગયા હતા. હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટે જુલાઈ 2019માં આપેલા ચુકાદામાં કહ્યું હતું કે, પાકિસ્તાન જાધવને દોષી સાબિત કરવા અને સજા આપવાના નિર્ણયની સમીક્ષા કરે અને પુનઃવિચારણા કરે. આ કોર્ટે ભારતને વિલંબ કર્યા વિના રાજદ્વારી પ્રવેશ મેળવવા આદેશ આપ્યો હતો.