જણાવી દઈએ કે કરાચીની લાંધી જેલથી છેલ્લા ત્રણ અઠવાડીયામાં 100 માછીમારોના ત્રણ બેચને મુક્ત કરવામાં આવ્યા હતા. જેમાંથી મોટા ભાગનાને અરબ સાગરમાં ગેરકાયદે માછીમારી બદલ પકડવામાં આવ્યા હતા.
ઉલ્લ્ખનીય છે કે, પાકિસ્તાને એક મહીના પહેલા ભારતીય કેદીઓને મુક્ત કરવાનું વચન આપ્યુ હતું. એધી ફાઉડેશનના પ્રમુખ અનુસાર મુક્ત કરેલા લગભગ તમામ લોકો માછીમાર હતા, પરંતુ તેમાં પાંચ લોકો એવા પણ હતા જેમના વિઝા પૂર્ણ થઈ ગયા હતા અને છતાં પણ તેઓ ત્યાં રહેતા હતા. પાકિસ્તાની અને ભારતીય દરીયાઈ એંજેન્સીઓ હંમેશા ગેરકાયદે માછીમારી કરતા અકબીજાના માછીમારોની ધરપકડ કરતા હોય છે.