શ્રીનગરઃ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના મેંઢર સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યુ હતું. ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહીમાં જડબાતોડ જવાબ આપ્યો છે. આ ઘટનામાં એક 65 વર્ષીય મહિલાનું મોત થયુ છે, જ્યારે એક મહિલા ઘાયલ થઈ છે.
નાપાક પાકિસ્તાને મોર્ટાર અને અન્ય હથિયારો વડે ગોળીબાર કરી મોડી રાત્રે 2 વાગે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યુ હતું. જેની જવાબી કાર્યવાહીમાં સેનાએ પણ ફાયરિંગ કર્યુ હતું.