નવી દિલ્હી: પાકિસ્તાને કહ્યું છે કે, ચિનાબ નદીમાં પાણીના વિસર્જનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે, આ દાવો ભારતે પાયાવિહોણો ગણાવી નકારી કાઢ્યો છે.
ભારતીય કમિશનર પ્રદીપ કુમાર સક્સેનાને બુધવારે મોકલેલા પત્રમાં, પાકિસ્તાની સમકક્ષ સૈયદ મોહમ્મદ મેહેર અલી શાહે જણાવ્યું છે કે, ભારતીય બાજુથી પાકિસ્તાનમાં વહેતા ચિનાબ પર મરાલા હેડવર્કસમાં જળસ્રાવ અનિચ્છનીય રીતે 31,853 ક્યૂસેકથી ઘટીને 18,700 ક્યૂસેક થઈ ગયો છે.
સૈયદ મોહમ્મદ મેહેર અલી શાહે સક્સેનાને પણ આ બાબતે તપાસ કરી જાણ કરવા સૂચવ્યું છે.
સિંધુ વોટર્સ માટે ભારતીય કમિશનરે આ દાવાને પાકિસ્તાન દ્વારા એક પાયાવિહોણી કથા ગણાવી કહ્યું હતું કે, આ મામલાની તપાસ કરવામાં આવી છે. અખનૂર અને સિધરા ખાતેના જળસ્રાવ જે ભારતમાં અનુક્રમે ચિનાબ અને તાવી નદીઓ પર છેલ્લા ગેજ અને જળસ્રાવ છે તે સુસંગત જોવા મળ્યા છે, અને જણાવેલા સમયગાળા દરમિયાન તેમાં કોઈ ખાસ તફાવત જોવા મળ્યો નથી. પાકિસ્તાનને પણ આ જ જવાબ આપવામાં આવ્યો છે અને તેને બદલે આ બાબતે તપાસ કરાવવાની સલાહ આપવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં સિંધુ જળ સંધિ અંતર્ગત રચાયેલા કાયમી સિંધુ પંચની સહી કરવામાં આવી હતી. બંને દેશોના સિંધુ કમિશનરો સંધિના મામલા માટે સંબંધિત સરકારના પ્રતિનિધિઓ તરીકે કાર્ય કરે છે.
આ સંધિમાં બંને કમિશનરોને દર વર્ષે ઓછામાં ઓછા એક વખત એકાંતરે ભારત અને પાકિસ્તાનમાં મળવાની જોગવાઈ છે. જે સ્પષ્ટ કરે છે કે, ત્રણ પૂર્વી નદીઓ રાવી, બિયાસ અને સતલજના પાણીને ફક્ત ભારત માટે જ ફાળવવામાં આવ્યા છે.
કુલ 168 મિલિયન એકર ફીટમાંથી ભારત દ્વારા ફાળવવામાં આવેલી ત્રણ નદીઓના પાણીનો હિસ્સો 33 મિલિયન એકર ફીટ છે, જે લગભગ 20 ટકા જેટલો છે. ભારત તેનો 93-94 ટકા પાણીનો ઉપયોગ કરે છે.
સિંધુ, ચિનાબ અને જેલમ નામની પશ્ચિમી નદીઓ પાકિસ્તાનને ફાળવવામાં આવી છે. જેમાં ભારતને કૃષિ, સંશોધન, ઘરેલુ ઉપયોગ જેવા કેટલાક અધિકાર આપવામાં આવ્યા છે, તેમજ ડિઝાઇન અને કામગીરીના નિર્દેશોના નિર્દેશોમાં જળવિદ્યુત ઉદ્યોગોને વિકસાવવા માટેના અનિયંત્રિત અધિકારો આપવામાં આવ્યા છે.
નવી દિલ્હી દ્વારા કોરોના વાઈરસના રોગચાળો અને લોકડાઉનને કારણે પરામર્શને મોકૂફ રાખવાની દરખાસ્ત બાદ માર્ચમાં સિંધુ કમિશ્નરો વચ્ચેની વાર્ષિક બેઠક સ્થગિત કરવામાં આવી હતી. સિંધુ જળ સંધિ અનુસાર સિંધુ કમિશ્નરો દર વર્ષે 31 માર્ચ સુધીમાં બેઠક યોજવી પડે છે.