આ કેસની સુનવણી 7 ઓગષ્ટના રોજ પૂરી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં 9 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા, જેમાં ત્રણ સગીરવયના આરોપી સામેલ હતા જે હાલ જામીન પર છે.
આ આરોપીઓને પૂરાવાના અભાવે અલવરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ નંબર 1 ડૉ. સરિતા સ્વામીની કોર્ટે નિર્દોષ છોડવામાં આવ્યા છએ. આ કેસમાં પીડિતના પરીવાર દ્વારા 44 સાક્ષીઓ રજુ કરાયા હતા. સાથે જ પીડિતના વકીલ કાસીમ ખાને કહ્યું કે, આ કેસની યોગ્ય રીતે ચકાસણી કરવામાં આવી નથી અને પોલીસે રાજકિય દબાવમાં આવી આ આરોપ પત્ર રજુ કર્યુ હતું. તેમણે કહ્યું કે, અમે આ નિર્ણયનો અભ્યાસ કરીશું અને અમારી વ્યૂહરચનાની યોજના બનાવીશું.
આ ઘટનાને કૅમેરામાં રૅકૉર્ડ કરવામાં આવી હતી જેમાં સાફ દેખાઈ રહ્યું છે કે, પહલૂ ખાનને આક્રમક ભીડ માર મારી રહી છે, પરંતુ કોર્ટ આ વીડિયો પુરાવાથી સ્પષ્ટ રીતે સંતુષ્ટ નથી.વર્ષ 2017માં રાજસ્થાન પોલીસે પહલૂ ખાને પોતાની મોત પહેલા આપેલ જુબાનીમાં જણાવેલ 6 લોકોને ક્લીન ચીટ આપી દીધી છે. બાકીના ત્રણ આરોપી સગીર છે અને તેમના પર કિશોર ન્યાયાલયમાં કેસ ચાલી રહ્યો છે.