ETV Bharat / bharat

#HappyWomansDay: પદ્મશ્રી કમલા પુજારી: 70 વર્ષથી આજે પણ અવિરત છે આદવાસી કૃષકની સફર...

author img

By

Published : Mar 8, 2020, 10:13 AM IST

Updated : Mar 8, 2020, 11:18 AM IST

2019માં પદ્મશ્રી પુરસ્કાર મેળવનારા 70 વર્ષનાં કમલા પુજારી સેંકડો સ્થાનિક, અસ્તિત્વ જોખમાયું હોય તેવાં અને દુર્લભ પ્રકારનાં પાકનાં બિયારણો એકત્રિત કરતાં આવ્યાં છે, પરંતુ મુખ્યત્વે તેઓ ડાંગરનાં બીજના સંરક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન માટે પ્રસિદ્ધ છે.

#womansday પદ્મશ્રી કમલા પુજારી: 70 વર્ષથી અવિરત આ આદવાસી કૃષકની સફર

કોરાપુટ (ઓડિશા): વિશ્વ આખું ખેતીની આધુનિક ટેકનિકનાં ગુણગાન ગાઇ રહ્યું છે, ત્યારે ઉંમરની સાતમી સદી વિતાવી રહેલાં ઓડિશાનાં આ આદિવાસી માજી ખેતીની ઓર્ગેનિક અને પરંપરાગત પદ્ધતિઓને પ્રોત્સાહન પુરું પાડવા માટે મૂકપણે કાર્ય કરી રહ્યાં છે.

કોરાપુટ જિલ્લાના પત્રપુટ ગામનાં રહેવાસી પુજારીએ ઘણી નાની વયથી પરંપરાગત પાકનાં બિયારણોનું સંરક્ષણ કરવાનું અને અંકુરણ માટે ઓર્ગેનિક રીતે તેમની ખેતી કરવાનું શરૂ કર્યું હતું.

પુજારીએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, "હું જુદા-જુદા પાકમાંથી બીજને એકત્રિત કરીને તેનો સંગ્રહ કરતી હતી. પછી તેમને સૂર્યના તાપ નીચે સૂકવતાં પહેલાં ભાવિ ઉપયોગ માટે તેમનો સંગ્રહ કરવા માટે સાફ કરતી. આ રીતે મેં છેલ્લાં ૧૦-૨૦ વર્ષોમાં ૩૦૦ કરતાં વધુ પ્રકારનાં પાકનાં બિયારણોનો સંગ્રહ કર્યો છે."

પુજારીના પ્રયત્નોનો સ્વીકાર કરીને એમ.એસ. સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશન આ કૃષિવિજ્ઞાનીને તેમના પ્રયત્નમાં મદદ કરી રહ્યું છે અને કૃષિ પરના પુજારીના કુશળ જ્ઞાનનો લાભ મેળવી રહ્યું છે.

સ્વામીનાથન ફાઉન્ડેશનના સંશોધક પ્રશાંત કુમાર પરીડાના જણાવ્યા પ્રમાણે, "જ્યારે અમે (એમ.એસ રિસર્ચ ફાઉન્ડેશને) આ ક્ષેત્રે કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે અમે જુદાં જુદાં પ્રકારનાં ઓર્ગેનિક બિયારણો પર સઘન સંશોધન હાથ ધર્યું હતું. સંશોધનના અમારા ગાળા દરમિયાન કમલા પુજારીએ વિવિધ રીતે અને ખાસ કરીને જુદાં-જુદાં પ્રકારનાં ચોખાના બીજની ઓળખ કરવામાં, તેમનો સંગ્રહ કરવામાં અને તેમનું સંરક્ષણ કરવામાં અમને મદદ કરી હતી."

કોરાપુટ જિલ્લાના ભૂતપૂર્વ કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા ગદાધર પરીદાએ કમલા પુજારી વિશે જણાવ્યું હતું કે, "એક આદિવાસી સ્ત્રી હોવા છતાં, તેમણે આપણા પૂર્વજોની ખેતીની પદ્ધતિઓનું જતન કરવા માટે ઉત્કૃષ્ટ પ્રયાસો કર્યા છે. તેમનું આ કાર્ય, આપણો કૃષિકીય ઇતિહાસ કેટલો સમૃદ્ધ હતો, તે જાણવામાં ભાવિ પેઢીને ઘણો મદદરૂપ નીવડશે. તેમના પ્રયત્નો વિશ્વ દ્વારા પિછાણ મેળવવા-યોગ્ય છે."

પુજારીએ ફાઉન્ડેશનની મદદથી સ્થાનિક મહિલાઓ સાથે મળીને 'સીડ બેન્ક'ની રચના કરી છે અને આ પ્રક્રિયામાં તેઓ બાયો-ફર્ટિલાઇઝર્સ થકી પરંપરાગત ડાંગરના બીજની ઘણી વિવિધતાઓનું સંરક્ષણ કરી શક્યા હતાં.

૨૦૦૨માં તેમને દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે યુએનડીપી દ્વારા પુરસ્કર્તા બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું, જ્યાં તેમને અનાજનું સંરક્ષણ કરવા માટેના તેમના નવતર પ્રયાસો અને સમુદાયના વિકાસ માટે તેમનો ઉપયોગ કરવા બદલ 'ઇક્વેટર ઇનિશિએટિવ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ૨૦૦૪માં રાજ્ય સરકારે ખેતી ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ શ્રેષ્ઠ ખેડૂતનો એવોર્ડ એનાયત કર્યો હતો.

Last Updated : Mar 8, 2020, 11:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.