હૈદરાબાદ: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અસરુદ્દીન ઓવૈસીએ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું હતું. તેમણે કાનપુર એન્કાઉન્ટર માટે યોગી સરકારની નીતિયો પર હુમલો બોલ્યો છે.
તમને જણાવી દઈએ કે, કાનપુરમાં અથડામણ દરમિયાન 8 પોલીસ કર્મીઓ શહીદ થયા છે. જેને લઈ ઓવૈસીએ કહ્યું કે, આ સમગ્ર ઘટના ઉત્તરપ્રદેશ સરકારની 'ઠોક દેગે' નીતિનું કારણ છે. તેમણે કહ્યું કે, કાનપુરમાં જે થયું તે માટે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની ઉત્તરપ્રદેશ સરકાર જવાબદાર છે. યોગી સરકારે 'ઠોક દેગે' નીતિના નામ પર એન્કાઉન્ટર શરુ કર્યું છે.
ઓવૈસીએ મુખ્યપ્રધાનને અપીલ કરી કે, તેમણે 'ઠોક દેગે' નીતિને બદલવી પડશે. તેમજ બંદૂકના દમ પર રાજ્ય કે દેશ ન ચલાવી શકાય. રાજ્ય અને દેશના સંવિધાનના નિયમો અને કાનૂનના આધાર પર ચલાવવું જોઈએ.