હૈદરાબાદ: ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇતેહાદુલ મુસ્લિમન (AIMIM)ના અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદીન ઓવૈસીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ વિરૂદ્ધ લડાઇ લડીશું. હું વતનમાં રહીશ, કાગળ નહીં બતાવું અને જો કાગળ બતાવવાની વાત થઇ તો છાતી દેખાડીશ અને કહીશ કે મારો ગોળી, કેમ કે દિલમાં ભારત પ્રત્યે પ્રેમ અને લગાવ છે.
ઓવૈસીએ વધુમાં કહેતા જણાવ્યું કે, CAA કાયદાને જે વડાપ્રધાન મોદીએ બનાવ્યો છે તે બંધારણની વિરૂદ્ધ છે. આપણા દેશની સંસદમાં પ્રથમવાર એવું થયું કે જ્યારે ધર્મના નામે કાયદો બનાવ્યો હોય. વધુમાં જણાવ્યું કે, આ કાળા કાયદા વિરૂદ્ધ હજુ પણ ઓછામાં ઓછા 3 મહિના સુધી લડાઇ લડીશુ. જો અમે આ લડાઇમાં કામયાબ ન થયા તો ભારત એક હિન્દુ રાષ્ટ્ર બની જશે. ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ તે જ ઇચ્છે છે. NPR અને NRC બંનેમાં કોઇ ફરક નથી તે એક સિક્કાની બે બાજુ છે.
તમને જણાવી દઇએ કે, ઓવૈસી કૂર્નુલમાં ચાલી રહેલા CAAના વિરોધમાં મુસ્લિમ સમુદાયને સંબોધન કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે, સંસદમાં CAA અને NRCનો કાયદો જ્યારથી પસાર થયો ત્યારથી દેશમાં માત્રને માત્ર વિરોધ થઇ રહ્યો છે, ત્યારે તેને લઇને AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પણ આકાર પ્રહારો કર્યાં હતાં.