નવી દિલ્હી: AIMIM (ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇતેહાદુલ મુસ્લિમ) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ CAA વિરૂદ્ધ ગત રોજ થયેલી હિંસાના લઇ કેન્દ્ર સરકાર પર આકરો પ્રહારો કર્યા હતાં. ગતરોજ દિલ્હી ખાતે રેલીને સંબોધન કરતા ઓવૈસીએ વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ પર વરસી પડ્યા હતા અને કહ્યુ કે, આ સમગ્ર હિંસાઓ વડાપ્રધાન અને ગૃહપ્રધાનની પોલીસ કરી રહી છે. દિલ્હી પોલીસ હિંસકો સાથે મળીને પથ્થરમારો કરી રહી છે. જેને અમે વખોડીએ છીએ.
આ તકે રેલીને સંબોધન કરતા વધુમાં જણાવ્યું કે, કોઇ અન્ય દેશના પ્રમુખ આવે અને હિંસા થાય તો તે દેશ માટે શરમની વાત કહેવાય. આ તકે ઓવૈસીએ હિંસાને પગલે કડક પગલા ભરવા કેન્દ્ર સરકારને ટકોર કરી હતી.