રેલીને સંબોધિત કરતા ઓવૈસીએ કહ્યુ કે, તમે (મોદી) જો આ વિચારી રહ્યાં છો કે, ત્રણ તલાક બિલ મુસ્લિમ મહિલાઓની સાથે ન્યાય કરશે તો આ ધારણા તદન ખોટી છે.
AIMIMના અધ્યક્ષ ઓવૈસીએ કહ્યું કે, જો તમે મુસ્લિમ મહિલાઓને હકીકતમાં ન્યાય આપવા માગો છો તો, મહારાષ્ટ્રમાં બધા મુસ્લિમોના તરફથી અપલી કરું છું કે, તેમને અનામત આપો. જેવી રીતે તમે મરાઠાઓને અનામત આપી છે.
આ પણ વાંચો..તમે 'શાહ' હશો, પરંતુ દેશનું બંધારણ 'બાદશાહ' છેઃ ઓવૈસી
ઓવૈસીએ કહ્યું કે, મહારાષ્ટ્રના મુસ્લિમોનો મુદ્દો ફક્ત ત્રણ તલાક જ નથી.
ઓવૈસીએ કહ્યું કે, PM મોદી સબકા સાથ સબકા વિકાસની વાત કરે છે, તો મુસ્લિમોને પણ અનામત આપે.