હાલમાં જ કેન્દ્ર પ્રશાસિત પ્રદેશ બનેલા જમ્મૂ કાશ્મીરમાં આ પ્રથમ અને 5 ઓગસ્ટના રોજ કલમ 370 હટાવ્યા બાદ છેલ્લા 3 મહિનામાં આ બીજી ભરતી રેલી છે.
આ પહેલા સપ્ટેમ્બરમાં સૈનાએ રિયાસી જિલ્લામાં ત્રણ દિવસીય ભરતી રેલીનું આયોજન કર્યું હતું, જેમાં 29 હજારથી વધુ સ્થાનિક યુવાનોએ ભાગ લીધો હતો.
સેનાનાં જમ્મૂ સ્થિત જનસંપર્ક અધિકારી લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યું કે, 'જમ્મૂ વિસ્તારથી લગભગ 44 હજાર સહભાગીઓએ નોંધણી કરાવી છે. જેમનું સાંબામાં 10 દિવસીય ભરતી રેલી દરમિયાન શારીરિક અને ચિકિત્સા પરીક્ષણ કરવામાં આવી શકે છે'
લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે વધુમાં કહ્યું કે, 'કાર્યાલય દ્વારા સાંબામાં ભરતી રેલી શરુ થઈ ગઈ છે જે 12 નવેમ્બર સુધી ચાલશે. રેલીનો હેતુ જમ્મૂ ક્ષેત્રના ત્રણેય જિલ્લા જમ્મૂ, સાંબા અને કઠુઆના યુવાઓને રોજગારી આપવાનો છે'