ETV Bharat / bharat

દિલ્હી પોલીસની સરાહનીય કામગીરી, 290થી વધુ ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ પહોંચાડાઇ

લૉકડાઉનના સમયમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ મળવું બંધ થયું છે. જેના લીધે દર્દીઓને પણ હોસ્પિટલ પહોંચાડવું મુશ્કેલ બન્યું છે. એવામાં PCR સતત દર્દીઓની મદદ કરી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હી પોલીસ દ્વારા 38 ગર્ભવતી મહિલાઓને PCR દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવી છે.

Etv Bharat, Gujarati News, CoronaVirus, Delhi Police
Delhi Police
author img

By

Published : Apr 11, 2020, 2:21 PM IST

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે સમગ્ર દેશમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન મળતું બંધ થયું છે અને દર્દીઓ જેવા કે, ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ પહોંચવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. એવામાં દિલ્હી પોલીસ PCR વાન દ્વારા લોકોને તરત જ હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી રહી છે.

24 કલાકમાં 38 ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવી

છેલ્લા 24 કલાકમાં પ્રસવ પીડાથી પરેશાન 38 મહિલાઓને PCR દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવી છે. PCRનો પ્રયત્ન રહે છે કે, તે જલ્દીમાં જલ્દી આ મહિલાઓને હોસ્પિટલ પહોંચાડે અને તેમની સારવાર સમયસર શરૂ થાય. આવા ફોન કૉલ્સ દિલ્હીના વિભિન્ન જિલ્લાઓમાંથી પોલીસને મળી રહ્યા છે. જેમાંથી કેટલાય કૉલ મોડી રાત્રીથી સવારની વચ્ચે પોલીસને મળ્યા છે. કેટલાય કૉલ એવી જગ્યાએથી મળ્યા હતા, જ્યાંથી હોસ્પિટલ 15 કિલોમીટર દૂર હતું, પરંતુ બધા જ કૉલ પર PCRએ જઇને મહિલાઓેને તેના પરિજનો સાથે હોસ્પિટલ પહોંચાડ્યા છે.

290થી વધુ મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવી

PCR દ્વારા અત્યારસુધીમાં 290થી વધુ ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી છે. આ મહિલાઓ પ્રસવ પીડા થવા પર હોસ્પિટલ લઇ જવા માટે ગાડી અથવા એમ્બ્યુલન્સ મળતી નથી. એવામાં PCR તેમની મદદ માટે આગળ આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.