નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં દેશના જુદા જુદા ભાગોમાં તબલીગી જમાતના 25,500 થી વધુ સભ્યો અને તેમના સંપર્કમાં રહેલા લોકોને અલગ રાખવામાં આવ્યા છે.
ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્યા સલીલા શ્રીવાસ્તવે પત્રકારોને જણાવ્યું હતું કે, હરિયાણાના પાંચ ગામોને સીલ કરી દેવામાં આવ્યા છે અને તબલીગી જમાતનાં સભ્યો ત્યાં રોકાયા હોવાથી સભ્યોને એક અલગ જગ્યાએ રાખવામાં આવ્યા છે. તબલીગી જમાતના કુલ 2,083 વિદેશી સભ્યોમાંથી 1,750 સભ્યોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે.
શ્રીવાસ્તવે કહ્યું કે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને કોવિડ -19 દર્દીઓની સારવારમાં મહત્વપૂર્ણ તબીબી ઓક્સિજનની વ્યવસ્થા કરવા કહ્યું છે. આ સાથે જ સામાજીક અતંર જાળવવા પણ કહ્યું છે.