નવી દિલ્હી: આજે સુનાવણી દરમિયાન, તિહાર જેલ દ્વારા દાખલ સ્ટેટસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, દેવાંગન કલિતાએ જે માંગણીઓ મૂકી છે, તે પુરી કરવામાં આવી નથી. દેવાંગન કાલિતા વતી એડવોકેટ અદિત પૂજારીએ એમ પણ કહ્યું કે, તિહાર જેલએ કલિતાની કોઈ માગ પૂરી કરી નથી. તેમણે વકીલને વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન કલિતાને હેડફોન આપવા જણાવ્યું હતું, જેથી ગોપનીયતાનું ઉલ્લંઘન ન થાય. વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન, ઓનલાઇન શેર કરવાની સુવિધા પણ આપવી જોઈએ. તેમણે કહ્યું કે, માત્ર શૈક્ષણિક પુસ્તકો જ નહીં પરંતુ અન્ય પુસ્તકો પણ ઉપલબ્ધ થવી જોઈએ. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વકીલ સાથે વાત કરવાની સુવિધા અઠવાડિયામાં બે વાર, ત્રીસ મિનિટ માટે આપવી જોઈએ.
સુનાવણી દરમિયાન પુજારીએ કહ્યું કે, કોર્ટે નતાશા નરવાલના મામલામાં 30 જૂનના રોજ વીડિયો કોન્ફરન્સિંગ અને પુસ્તકો આપવાની અન્ય માંગણીઓ પૂરી કરવા માટે આદેશ આપ્યો હતો. આ કેસમાં પણ કોર્ટે સમાન આદેશ આપવો જોઈએ. તિહાર જેલના વકીલ ચૈતન્ય ગોસાઈએ કહ્યું કે, તેમને આ માંગણીઓ અંગે કોઈ વાંધો નથી. તે પછી કોર્ટે કહ્યું કે, દેવાંગન કલીતાને એ તમામ સુવિધાઓ પણ આપવી જોઈએ જે પહેલા નતાશા નરવાલને કોર્ટે આપવાનો આદેશ આપ્યો છે.
24 જૂનના રોજ તિહાર જેલ પ્રશાસન દ્વારા કલિતાની સહ આરોપી નતાશા નરવાલની અરજી પર સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. નતાશા નરવાલને 13 પુસ્તકો અને બે રજિસ્ટર પણ આપવામાં આવ્યા છે. નતાશા નરવાલ અને દેવાંગન કલિતા અત્યારે ન્યાયિક કસ્ટડીમાં છે. બંને પર આરોપ છે કે, 22 ફેબ્રુઆરીએ ઝાફરાબાદ મેટ્રો સ્ટેશન નજીક રસ્તા પર ટ્રાફિક કરવા લોકોને ઉશ્કેર્યા હતા. નોંધનીય છે કે, ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા હુલ્લડમાં 53 લોકો માર્યા ગયા અને લગભગ 200 લોકો ઘાયલ થયા હતા.