BSP સુત્રોના જણાવ્યાં અનુસાર આ બેઠકમાં કોઇ પણ પ્રતિનિધિને મોકલવામાં આવશે નહીં, આ ઉપરાંત કોગ્રેસની સાથે BSPના મતભેદના આ નિર્ણયનું કારણ દર્શાવાવામાં આવે છે.
તૃણમુલ કોંગ્રેસ પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પહેલેથી જ આ બેઠકમાં આવવાથી મનાઇ ફરમાવી ચુક્યા છે.
CAA વિરૂદ્ધ જ્યારે વિપક્ષી દળો રાષ્ટ્રપતિ પાસે ગયા હતા, ત્યારે પણ BSP સાથે રહી નહોતી, પરંતુ પક્ષે ત્યારબાદ આ મુદ્દાને લઇને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી.