નવી દિલ્હીઃ વિપક્ષી દળ સંસદમાં સરકારને કોવિડ 19 મહામારી સામે લડવા, અર્થ વ્યવસ્થા અને રાજ્યોની જીએસટી ક્ષતિપૂર્તિ, ચીનની સાથે સીમા પર ગતિરોધ જેવા રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર એક સાથે મળીને ઘેરાવો કરવાનો વિચાર કરી રહ્યા છે. સૂત્રોએ આ વિશે જણાવ્યું છે કે, વિભિન્ન વિપક્ષી દળોના નેતાઓ દ્વારા સંસદના બંને સદનોમાં સરકારની વિરૂદ્ધ એક સાથે મોર્ચો ખોલવા માટે આ અઠવાડિયે બેઠક કરીને એક સંયુક્ત રણનીતિ બનાવવાની સંભાવના છે.
14 સપ્ટેમ્બરે શરૂ થશે મોનસૂન સત્ર
કોવિડ 19 મહામારી વચ્ચે સંસદનું મોનસૂન સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યું છે અને આ વખતે સદનની બેઠક માટે અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આઠ સપ્ટેમ્બરે પાર્ટીની રણનીતિ સમૂહની બેઠક બોલાવી હતી. વિપક્ષી નેતા ઇચ્છે છે કે, સમાન વિચારોવાળા દળોને સંસદમાં સરકારને ઘેરવા માટે એક બીજાની સાથે મળીને કામ કરવું જોઇએ.
કોંગ્રેસ સરકારને ઘેરવાની તૈયારી કરી તૃણમુલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જી, શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે અને ઝામુમોના હેમંત સોરેન જેઇઇ/ નીટ અને જીએસટી મુદ્દા પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની સાથે વિપક્ષી દળના મુખ્ય પ્રધાનોની બેઠક દરમિયાન આ વિચાર વ્યક્ત કરી ચૂક્યા છે. કોંગ્રેસ રણનીતિ સમૂહ એકવાર બેઠક કરી ચૂકી છે અને આ દરમિયાન સત્રમાં ઉઠાવેલા મુદ્દાઓ પર ચર્ચા કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સંપ્રગના સહયોગીઓ અને સમાન વિચારવાળા દળો સાથે સંપર્ક કરવા કહ્યું છે જેથી સંસદની બહાર અને અંદર સરકાર વિરૂદ્ધ એકજૂથ થઇ શકે.
વિપક્ષી દળ સંસદમાં જનતાના મુદ્દાઓ ઉઠાવશે
તૃણમુલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ બ્રાયને પૂર્વમાં કહ્યું હતું કે, સમાન વિચારવાળા વિપક્ષી દળ સંસદમાં એક સાથે કામ કરશે અને જનતાના મુદ્દાઓ ઉઠાવશે. તેમણે કહ્યું કે, સંસદમાં આ દળો વચ્ચે તાલમેલ રહેશે. માકપા નેતા સીતારામ યેચુરીએ કહ્યું કે, વિપક્ષી સંયુક્ત રણનીતિ માટે વિચાર-વિમર્શ ચાલી રહ્યો છે. પૂર્વી લદ્દાખમાં ચીનની સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર વધી રહેલા તણાવને સંબંધે વિપક્ષ તેના પર સરકાર પાસે જવાબ માગશે. દેશમાં કોવિડ 19 ના વધી રહેલા કેસને લઇને ચર્ચાની પણ સંભાવના છે.