માર્ચ 2017માં મણિપુર ચૂંટણીમાં કોંગ્રેસને 60 સીટો વાળી વિધાનસભામાં 28 સીટ જીતી. ભાજપે 21 જીતી. તેમ છતાં પણ ભાજપે નાના પક્ષ સાથે મળી સરકાર બનાવી લીધી.
માર્ચ 2017માં ગોવા વિધાનસભાની 40 સીટો માટે ચૂંટણી થઈ જેમાં કોંગ્રેસે ભાજપની 13 સીટોની સરખામણીએ 17 સીટો જીતી. પણ ભાજપે એનકેન પ્રકારે જાદુઈ આંકડો પ્રાપ્ત કરી લીધો. જુલાઈ 2019માં ભાજપે કોંગ્રેસના 10 ધારાસભ્યોને પોતાની તરફ ખેંચી લીધા અને 27નો જાદુઈ આંકડો વટાવી ગોવામાં નિરાંતનો શ્વાસ લઈ રહ્યા છે.
જાન્યુઆરી 2018માં ભાજપે નાગાલેન્ડમાં નાગા પીપલ્સ ફ્રન્ટને વિભાજીત કરી નાખ્યું. જેને કારણે અલગ થયેલી સમૂહમાંથી નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીનું નિર્માણ થયું. ત્યાર બાદ ભાજપે રાજ્યના વચ્ચગાળાના મુખ્યપ્રધાન તરીકે એનડીપીપીના નેફ્યુ રિયોની પસંદગી કરી અને સત્તાધારી ગઠબંધનમાં ભળી ગયા.
મેઘાલય 2018 ચૂંટણીમાં કોંગ્રેસે 60 સભ્યોવાળી વિધાનસભામાં 21 સીટો જીતી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી. તેમ છતાં પણ ભાજપ ફક્ત બે ધારાસભ્યો લઈને નેશનલ પીપલ્સ પાર્ટી અને નાના પક્ષ મળીને સત્તાધારી પાર્ટીનો ભાગ બની ગયા.
જુલાઈ 2019માં 17 ધારાસભ્યોના રાજીનામા બાદ જેડીએસ-કોંગ્રેસની સરકારનું પતન થયાં બાદ કર્ણાટકમા ભાજપની સત્તા આવી. જેમાં 16 ધારાસભ્યો હવે ભાજપમાં આવી ગયા છે.
ભાજપનું સહયોગી પાર્ટી પ્રત્યેનું વલણ
2014ની લોકસભા ચૂંટણી પહેલા તેલગુ દેશમ પાર્ટી ભાજપ સાથે એ શરત પર આવી હતી કે, આંધ્રપ્રદેશને એક વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. માર્ચ 2018માં ટીડીપી એનડીએમાં બહાર આવી ગઈ અને મોદી સરકાર પર આપેલા વચન ન પાળવાનો આરોપ પણ લગાવ્યો.
ભાજપે 2014માં વિધાનસભાની ચૂંટણી બાદ જમ્મુ અને કાશ્મીરમાં વૈચારિક રુપથી વિરોધ કરનારી પીડીપી સાથે ચૂંટણી બાદ ગઠબંધન કર્યું અને સરકાર પણ બનાવી લીધી. બાદમાં જૂન 2018માં ભાજપે ગઠબંધનમાં હટી ગયા હતા.
સિક્કિમમાં ભાજપે પવન ચામલિંગની સિક્કિમ લોકતાંત્રિક મોર્ચામાં ફાટ પાડી. મે 2019માં વિપક્ષી એસડીએફ ધારાસભ્યોના કુલ 15 ધારાસભ્યોમાંથી 10 સામેલ કર્યા બાદ ભાજપ હવે મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ છે. એ અલગ વાત છે કે, એપ્રિલ 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને નિષ્ફળતાઓનો સામનો પણ કરવો પડ્યો હતો.
ઝારખંડની આગામી ચૂંટણીમાં ભાજપ સાથે લાંબા સમયથી રહેલી સહયોગી પાર્ટી આજસૂ અને એલજેપીએ એનડીએનો સાથે છોડી દીધો છે. કેમ કે, ભાજપે સીટોની વહેંચણીમાં સહયોગી પાર્ટીની એક પણ વાત માની નહોતી.
શું થયું હતું મહારાષ્ટ્રમાં !
ભાજપના લગભગ 15 ટકા ઉમેદવારો વિરોધી પાર્ટી એનસીપી અને કોંગ્રેસના હતા કે, જેમના પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો છે. પાર્ટી કાર્યકર્તા અને સમર્થકોની આ બાબતે નારાજગી જોતા પાર્ટીના નેતા રાવસાહેબ દાનવે તો એક ચૂંટણી સભામાં પણ કહ્યું હતું કે, ભાજપ પાસે વોશિંગ મશીન છે. કોઈને પણ પાર્ટીને જોડતા પહેલા અમે તેને ગુજરાતના નિરમા પાઉડરમાં નાખી મશીનમાં ધોઈએ છીએ. તેમણે આ નિવેદન મોદી-અમિત શાહના ગુજરાત મુળના હોવા પર કહી હતી.
પણ જનતાએ મહારાષ્ટ્રમાં એ વાતને સાબિત કરી દીધી કે, મશીન અને પાઉડર બંને કાયમ કામમાં આવતા નથી. ભાજપ પોતાના દમ પર 145 + સીટો જીતીને આવી. ન તો એનડીએના સાથી શિવસેના સાથે રહી શક્યા ન તો સરકાર બનાવી શક્યા. ભાજપ અહીં એનસીપી અને કોંગ્રેસને ધારાસભ્યોને પોતાની તરફ ખેંચવામાં પણ નિષ્ફળ રહી. એનસીપીના બળવાખોર નેતા અજીત પવાર સાથે મળી રોતારાત સરકાર બનાવી શપથ પણ કરાવી લીધા. બાદમાં શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે મળી સરકાર બનાવી લેતા ભાજપે શિવસેનાને નૈતિકતાની યાદ અપાવી હતી.
એનડીએને 220 પણ વધુ સીટ મળવાના અભરખા રાખતા દેવેન્દ્ર ફડણવીસ વારંવાર એનસીપી અને કોંગ્રેસ એવુ પણ કહેતા હતા કે, ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાંથી વિપક્ષનું નામોનિશાન સમાપ્ત થશે. પણ વિધિની વક્રતા જોવો કે, હાલ ભાજપ ખુદ વિપક્ષમાં બેઠું છે અને ફડણવીસ વિરોધપક્ષના નેતા છે.
ભાજપ શિવસેના-એનસીપી-કોંગ્રેસ વચ્ચે આંતરિક વિખવાદને બહાર લાવી સંવેદનશીલ મુદ્દાને ઉઠાવવા માટે પરસેવો પાડી રહ્યું છે. જેથી ટૂંક સમયમાં સરકાર ખડી પડે. પણ ઠાકરે સરકારનો કાર્યકાળ એટલો પણ ટૂંકો નથી, જેટલું ભાજપ સમજે છે. એનું એક જ કારણ છે કે, આ ત્રણેય પાર્ટીઓમાં મધ્યસ્થા કરવા વાળા શરદ પવાર છે. વાસ્તવમાં જોઈએ તો પવાર પોતાની જવાબદારીમાંથી ભાગ્યા નથી. કેમ કે, શરદ પવારને અનેક કારણોનો ભાજપ સાથે હિસાબ બરાબર કરવો છે.
52 વર્ષના સાર્વજનિક જીવનમાં મરાઠા બળવાનને ત્યારે સારુ ન લાગ્યુ, જ્યારે સત્તાધારી મુખ્યપ્રધાને જાહેરાત કરી કે, ચૂંટણી પરિણામ મહારાષ્ટ્રની રાજનીતિમાં પવાર બાદ નવો અધ્યાય લેખાશે. પવાર સાહેબને પોતાના બોરીયા-બિસ્તરા બાંધી લેવા જોઈએ. કારણ કે, મહારાષ્ટ્રમાં જનતા હવે ચૂંટણી બાદ તેમની રાજનીતિ ખતમ કરી નાખશે.
ભાજપે પવાર પર બીજો પ્રહાર ત્યારે કર્યો, જ્યારે વડાપ્રધાન મોદી એક ચૂંટણી સભામાં સાર્વજનિક રીતે તેમનું નામ લેતા કહ્યું હતું કે, તેઓ પાકિસ્તાનના પ્રશંસક છે. 15 સપ્ટેમ્બરે એનસીપીની લઘુમતી કોઠાની બેઠકમાં પવારે પાડોશી દેશનો પ્રવાસ કરવા પર પાકિસ્તાનના આતિથ્યની પ્રશંસા કરી હતી.
આ મરાઠા યોદ્ધાનું મન સૌથી વધું ત્યારે ખાટુ થઈ ગયું જ્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે એનસીપીના અનેક નેતાઓને ઉકસાવી ભાજપમાં સામેલ કરવાની ભૂમિકા ભજવી ચૂક્યા હતા. તેમણે કહ્યું પણ હતું કે, જો અમે દરવાજો ખોલીશું તો પવારને છોડી તમામ નેતા ભાજપમાં આવવા લાઈનમાં લાગી જશે. આરોપ-પ્રત્યારોપની હદ તો ત્યારે થઈ જ્યારે સહકારી બેન્કમાં થયેલી કૌભાંડમાં મની લોન્ડ્રીંગ મામલે ઈડીએ પવારનું નામ લીધું.
પરિણામના દિવસે ભાજપની તમામ આશા પર પાણી ફરી વળ્યું. પવારે પ્રચાર દરમિયાન એ તમામ અપમાનજનક નિવેદનો માટે ભાજપના નેતાઓનો દિલથી આભાર માન્યો. એનસીપીએ પોતાના દમ પર 54 સીટ જીતી. જે ભાજપના હિસાબો ઘણી વધુ હતી. જે એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને કુલ 50 સીટ વધુ આપી રહ્યા હતા.
મહારાષ્ટ્રની રાજનીતિમાં પવારની મહત્વપૂર્ણ ભૂમિકાને જોતા 18 નવેમ્બરે વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં પવારના વખાણ કર્યા હતા. બાદમાં 20 નવેમ્બરે 40 બંને નેતાઓ વચ્ચે 40 મિનીટ સુધી ચર્ચા થઈ હતી. આ બંને ઘટનાઓ એવા સંકેતો આપવા મથી રહ્યા હતા કે, બંને વચ્ચે સારા સંબંધો છે.
તેમ છતાં પણ રાજનીતિના ખેરખાં એવા પવાર આ બધુ જાણતા હતા કે, રાજનીતિમાં વાતચીતમાં મજબૂત સ્થિતીથી પણ વધુ પ્રભાવી રીતે તેને વેતરવામાં આવે છે. આજ કારણ છે કે, પોતાના ભત્રીજાને પણ એનસીપીમાં હટી જવા છતાં ભાજપ એનસીપીની સરકાર બનાવવાનો પ્રયત્નને ઢાળી દીધો હતો.
અજીત પવારે શરદ પવારની દિકરી સુપ્રિયા સુલેની નીચે સંભવિત કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરવાની સંભાવના પર 23 નવેમ્બરે વિદ્રોહ કરી નાખ્યો હતો. એવું વિચારી કે, દિલમાં તેમના પ્રત્યે વેર રાખનારા નેતાઓ પણ આવું કરી શકે છે. પણ આવું થઈ શક્યુ નહી. કોઈ પણ નેતા એનસીપી છોડી તેમની સાથે ગયું નહીં. બાદ અજીત પવાર પોતે જ એનસીપીમાં પાછા આવી ગયા.
દૂરદર્શિતાને ધ્યાને રાખતા શરદ પવારે અજીત પવારને માફ કરી દીધા. એવું જાણતા હતા કે, એનસીપીમાં સુપ્રિયા સુલે કરતા તેઓ વધારે મહત્વ ધરાવે છે. અજીતની પક્ષમાં વાપસી સાથે જ એનસીપી-શિવસેના અને કોંગ્રેસની મજબૂત સરકાર કામ કરી શકે તે માટે લાગી ગયા.
એ જાણવા છતાં પણ શિવસેના એનસીપીની સરખામણીએ ભાજપ પ્રત્યે વધું દુર્ભાવ રાખે છે. પવાર ભાજપ પર બંદૂક તાકવા દેશે. તેઓ પોતાનું યોગદાન ત્યારે આપશે. જ્યારે ભાજપ પ્રહારો અને કેન્દ્રના વિરોધને રાજનીતિમાં નાકામ કરવા માટે ઠાકરેના વિચારો બેઅસર જણાઈ. પરિણામ સ્વરુપ શિવસેના- એનસીપી અને કોંગ્રેસ સરકાર ન્યાયાધીશ બીએચ લોયાના રહસ્યમય મોતની તપાસ ફરી વાર શરુ કરી શકે છે. જે ભાજપ અધ્યક્ષ અમિત શાહની વિરુદ્ધ હત્યાના કેસમાં ચુકાદો આપવાના હતા.
પછી જો ભીમા કોરેગાંમનો મુદ્દો પણ છે. જેમાં મુખ્ય ડાબેરી વિચારકો, દલિત કાર્યકર્તાઓ અને અન્ય લોકોને મહારાષ્ટ્ર પોલીસે એક રોડ શો દરમિયાન વડાપ્રધાન મોદીની હત્યા કરવાના ષડયંત્રમાં ફસાવ્યા હતા. વડાપ્રધાન મોદીનું સપનું મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનની યોજના પણ પાટા પરથી ઉતરી શકે છે. જો મુખ્યપ્રધાનને ભાજપે વધુ હેરાન કર્યા તો !
નિશ્ચિત રીતે પવારને પોતાના લાંબા ઈતિહાસને જોતા તેઓ સસલાની સાથે ઝડપી ચાલી રહ્યા છે અને શિકારી કુતરાની સાથે ચાલાકીથી કામ લઈ રહ્યા છે. તેઓ પોતાની આગળનું પગલું ક્યારે અને ક્યાં ઉપાડવું તે બરાબર જાણે છે. કદાચ આ વાત એનસીપીના ઉત્તરાધિકારીના મુદ્દાને ઉકેલી ન લે અથવા તો ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર સાથે યોગ્ય રીતે વચનબદ્ધ ન થાય. ત્યાં સુધી એનસીપીને મંત્રાલયમાં સૌથી વધુ 16 સીટ અને નાયબ મુખ્યપ્રધાન પદ મળ્યા બાદ વધુ આનંદ મળવાનું ફિક્સ છે.
વિશ્લેષકો તો મહારાષ્ટ્રમાં એનસીપીને સૌથી મોટો લાભાર્થી તરીકે જાહેર કરી રહ્યા છે. તેઓ એવું પણ માને છે કે, શિવસેના- સીએમ ખુરશી પ્રાપ્ત કર્યા બાદ પણ સૌથી મોટું નુકશાન વેઠવારી પાર્ટી સાબિત થઈ છે.
શિવસેનાનું પોતાના રાજકીય વિરોધી એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યા બાદ ભાજપ એક માત્ર મત મેળવનારી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ઉપરાંત 8-10 મજબૂત હિન્દુત્વ સમર્થન-આધાર હવે ભાજપને ભગવી મશાલના એક માત્ર વાહન તરીકે જોઈ રહ્યા છે. પણ શિવસેના માટે તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું એનસીપી કોંગ્રેસ વચ્ચગાળાની ચૂંટણીમાં એનસીપી કોંગ્રેસ અને શિવસેના સીટોની વહેંચણી કરશે ખરાં ? થોડા સમયમાં સ્થાનિક ચૂંટણી આવી રહી છે. ત્યારે આ ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે. એક સમયે બંને હિન્દુત્વવાદી પાર્ટી ભાજપ અને શિવસેનામાં ઉઠાવેલા વિખવાદને શાંત કરવા માટે આરએસએસે મધ્યસ્થી કરી હતી. આરએસએસના સંકેતોને ધ્યાને રાખી શિવસેનાએ પાંચ વર્ષ માટે મુખ્યપ્રધાનના પદની માગને પાછી લેવાનો નિર્ણય કર્યો હતો.
1. કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી એનડીએના મુખ્યપ્રધાન બને
2. આદિત્ય ઠાકરે નાયબ મુખ્યપ્રધાન બને.
પ્રથમ તો વડાપ્રધાન મોદીએ શિવસેનાની શરતોને નકારતા કહ્યું કે, ગડકરી સૌથી સારામાં સારુ પ્રદર્શન કરનારા પ્રધાન છે. પછી કે, જો ભાજપની લગભગ અડધી સીટો પર જીત પ્રાપ્ત કરી અડધા કાર્યકાળ માટે મુખ્યપ્રધાનનું પદ મેળવે તો બાકીના પક્ષોમાં ખોટો સંદેશો જાય. શિવસેના જેવા નાના પક્ષે ભાજપને ઘૂંટણીયે લાવી જોરશોર સાથે પોતાની સફળતાનો પ્રચાર કરશે.
જ્યારે બંને પાર્ટીઓ પોતાની શરતો પર અડગ રહેતા આરએસએસ સાઈડમાં થઈ ગયું હતું.
લેખક: રાજીવ રાજન