બેંગ્લુરુઃ કર્ણાટકના મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ, રાજ્યમાં રેસ્ટોરન્ટ અને હોટલ ખોલવાની છૂટ છે. પરંતુ સૂચવેલા સાવચેતીના પગલાંને ધ્યાને રાખવા ફરજિયાત છે. હોટલ ઓનર્સ એસોસિએશન અને ટ્રાન્સપોર્ટ કંપનીના પ્રતિનિધિઓએ મુખ્યપ્રધાનને ખાતરી આપી હતી કે, તેઓ સરકારની માર્ગદર્શિકાનું કડક પાલન કરશે.
મુખ્યપ્રધાને પર્યટનને પુનર્જીવિત કરવા અને અનેક અવરોધોને દૂર કરવા માટે બેઠક યોજી હતી. બેઠકમાં ભાગ લેનારા બસ ઓનર્સ એસોસિએશન, હોટલ ઓનર્સ એસોસિએશન અને ટેક્સી ઓનર્સ એસોસિએશનના પ્રતિનિધિ મંડળે સરકાર સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરી હતી. મુખ્યપ્રધાને ખાતરી આપી હતી કે, તેઓ તેમની માંગણીઓની વિગતવાર સમીક્ષા કરશે અને યોગ્ય નિર્ણય લેશે.