પોર્ટ લુઇઃ ભારતે મોરિશિયસ અને સેશેલ્સને કોરોના વાઇરસ મહામારીથી બચવા માટે હાઇડ્રોક્સીક્લોરોક્વિન સહિત જીવન રક્ષક દવાઓની ભેટ આપી છે.
પોર્ટ લુઇ સ્થિત ભારતીય ઉચ્ચાયોગના એક નિવેદનમાં કહ્યું કે, મોરિશિયસના ઉપ વડાપ્રધાન લીલા દેવી એલ ડૂકુનને દિલ્હીથી એર ઇન્ડિયાના વિશેષ કાર્ગો વિમાનથી બુધવારે સાંજે હાઇડ્રોક્સીક્લોરોક્વિનની પાંચ લાખ ગોળીઓ પહોંચાડી હતી.
દૂતાવાસે કહ્યું કે, કોવિડ 19 વૈશ્વિક મહામારીને કારણે ઉત્પન્ન અભૂતપુર્વ હાલની સ્થિતિને ધ્યાને રાખીને ભારતથી તેની નિકાસ પર પ્રતિબંધ લાગુ કર્યા છતાં માનવતાને ધ્યાનમાં રાખીને આ જથ્થો પહોંચાડવામાં આવ્યો છે.
એક નિવેદનમાં કહ્યું કે, મોરિશિયસ એવા અમુક દેશોમાંનો એક છે, જે અમુક દેશોને આપવામાં આવેલી વિશેષ છૂટ હેઠળ આ દવા પ્રાપ્ત કરી છે. આ આપણા બંને દેશ વચ્ચે અદ્વિતિટ સંબંધોને પ્રદર્શિત કરે છે.
તેમણે જણાવ્યું કે, આ જથ્થો મોરિશિયસ માટે મોકલવામાં આવેલો 13 ટન આવશ્યક જીવન રક્ષક દવાઓનો ભાગ હતો. આ જરુરી દવાઓ પહેલો જથ્થો છે અને આવનારા અઠવાડિયામાં વધુ એક જથ્થો આવશે.
ભારતે સાથે જ કોવિડ 19 સંકટને ધ્યાને રાખીને સેશેલ્સના ચાર ટન જરૂરી જીવન રક્ષક દવાઓનો પહેલો જથ્થો પણ ભેટ આપ્યો છે.
સેશેલ્સમાં ભારતના ઉચ્ચાયોગ દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, આ દવાઓ સેશેલ્સ સરકારથી અનુરોધના આધાર પર ખરીદવામાં આવી હતી. આ જથ્થો એર ઇન્ડિયાના વિશેષ ચાર્ટર બોઇંગ 787ની ઉડાનથી સેશેલ્સ પહોંચાડવામાં આવ્યો છે.