રાયપુર: લોકડાઉનની વચ્ચે ઓનલાઇન લગ્ન થતાં જોવા મળ્યાં છે. લોકડાઉન હોવાથી લગ્નની બધા રીતીરિવાજો ઓનલાઈન અનુસરી લગ્ન કરવામાં આવ્યાં હતાં. મંબઈના વરરાજા અને બરેલીની દુલ્હનના થયા ઓનલાઈન લગ્ન.
વિધિસર થયા લગ્ન
રાયપુરના વરરાજા, બરેલીમાં દુલ્હન, પંડિત જીએ રાયપુરથી ફેરા ફેરવ્યા, બંનેએ પીઠી પણ લગાવી, મહેંદી પણ ઓનલાઈન કરી બધી જ વિધિઓ ઓનલાઈન કરી હતી. મંડપ પણ શણગારાયું, શહનાઈ પણ વાગી અને ઢોલ પણ વાગ્યો. લોકડાઉનને કારણે જાન નીકળી ન હતી. લગ્નની તમામ વીધી કરવામાં આવી હતી, પરંતુ બધુ જ ઓનલાઈન કરવામાં આવ્યું હતું.
ઓનલાઈન લગ્ન
રાયપુરના શંકર નગરમાં રહેતા સંદીપ ડાંગના પુત્ર સુશીનના લગ્ન બે વર્ષ પહેલા બરેલીના કૃષ્ણ કુમાર નારંગની પુત્રી કીર્તિ નારંગ સાથે નક્કી થયા હતા અને 19 એપ્રિલના રોજ ડેસ્ટિનેશન વેડિંગ યોજાવાના હતાં. જેના માટે ઉત્તરાખંડમાં એક રિસોર્ટ બુક કરાયો હતો. સંબંધીઓને આમંત્રણ પણ અપાઈ ગયું હતું, લગ્નની બધી તૈયારીઓ થઈ ગઈ હતી. એવામાં કોરોના વાઈરસને કારણે લોકડાઉન થયું.
પરંતુ લગ્ન નિશ્ચિત સમય પર ગોઠવ્યા હોવાથી, કન્યા અને વરરાજાએ તકનીકીનો ઉપયોગ કરીને આ યુગમાં ઓનલાઇન લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.બંને પરિવારે ખાનગી કંપની દ્વારા ઓનલાઇન લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.