બિહારમાં ડુંગળી 100 રૂપિયા કિલો વેચાઈ રહી છે.બિહારના કૈમૂર જિલ્લાના મોહનિયા વિસ્તારમાં લૂંટારુઓની ટોળકીએ ટ્રક ડ્રાઈવરનું અપહરણ કરી 102 બોરી ડુંગળી લૂંટી લીધી. પોલીસે દાવો કર્યો છે કે, 24 કલાકની અંદર જ અપહરણ કર્તાઓને ઝડપી લેવામાં આવશે.
પોલીસે આ અંગે જણાવ્યું હતું કે, લૂંટારુઓની ટોળકીએ લગભગ ચાર કલાક સુધી ટ્રકને આમતેમ ફેરવ્યા બાદ ડુંગળીની ગુણીઓને ઠેકાણે પાડી દીધી હતી. લગભગ 6 કલાક બાદ ટ્રકની ઘટના સ્થળથી પાંચ કિલોમીટર દૂર છોડી આવ્યા હતા.
પોલીસનું આ અંગે કહેવું છે કે, લૂંટારુઓની ઓળખાણ થઈ ગઈ છે, 24 કલાકમાં જ ધરપકડ કરી લેવામાં આવશે.
અગાઉ પણ 6 ડિસેમ્બરના રોજ કૈમૂર જિલ્લામાં કુદરા વિસ્તારમાં લૂંટારુઓએ એક વાહનમાંથી 64 બોરી લસણ ઉપાડી ગયા હતા. જે મામલે ફરિયાદ પણ નોંધાઈ છે. જો કે, પોલીસન હાથે હજુ પણ કોઈ ગુનેગાર ઝડપાયો નથી. હાલ તો ડુંગળી અને લસણની ચોરીએ બિહારમાં ચર્ચાને નવી જગ્યા આપી છે.