બાળકીને તેના પરિવારજનોએ ગંભીર હાલતમાં જોતા હોસ્પિટલમાં દાખલ કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપીની ઓળખ થઈ ચૂકી છે અને હાલ તે ફરાર છે પરંતુ જલ્દીથી તેની ધરપકડ કરવામાં આવશે. આ બાબત અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ પણ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 2 જૂનના રોજ અઢી વર્ષની બાળકીનો મૃતદેહ ક્ષત-વિક્ષત હાલતમાં કચરાના ઢગલામાંથી મળ્યો હતો. તેની ગરદનની આસપાસ ઈજાના નિશાન હતા અને તેની આંખોને કાઢી લેવામાં આવી હતી. બાદમાં સમગ્ર માહિતી જાણતા ખબર પડી હતી કે, આરોપીઓએ બાળકીની હત્યા એટલા માટે કરી હતી કારણ કે તેના પિતાએ 10,000 રુપિયા ઉધાર લીધા હતી અને તેઓ તે પૈસાને પરત કરી શક્યા નહોતા. આરોપીઓ તો પકડાઈ ગયા પરંતુ આ ઘટનાને કારણે સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળ્યો હતો.