ત્રિશૂર: સોનાની દાણચોરીના કેસમાં ત્રીજા આરોપી ફૈઝલ ફરીદ સામે બુધવારે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી ધરપકડ વોરંટની નોટિસ તેના ઘરની બહાર લાવી દીધી છે. ફૈઝલ તેના પરિવાર સાથે દુબઈમાં સ્થાયી થઇ ગયો છે અને તેનું ઘર લગભગ દોઢ વર્ષથી ખાલી છે. હાલમાં, ફૈઝલ દુબઈમાં પોલીસ કસ્ટડીમાં છે.
માહિતી મુજબ તેને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે. ફૈઝલ સામે યુએપીએ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કસ્ટમ્સ વિભાગે થોડા દિવસો પહેલા તેના ઘરની તપાસ કરી હતી.
NIAએ મામલાની તપાસની કડીમાં અનેક ફ્લેટ્સ અને કાર્યાલયો સહિત શહેરના અનેક સ્થળો પર સર્ચ માટે દરોડા પાડ્યાં. આ અગાઉ શનિવારે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના વાણિજ્ય દૂતાવાસમાં સુરક્ષાકર્મી તરીકે તૈનાત કેરળના પોલીસકર્મી જય ઘોષનું હોસ્પિટલમાં મેજિસ્ટ્રેટ સામે નિવેદન નોંધવામાં આવ્યું. જય ઘોષે કથિત રીતે આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.
આ ઘટના સોનાની દાણચોરીના કેસ વચ્ચે સામે આવ્યો છે. જેમાં યુએઈના વાણિજ્ય દૂતાવાસના સામાનમાં સોનુ છૂપાવીને લાવવામાં આવ્યું હતું. ઘોષ પહેલા અહીં એરપોર્ટ પર તૈનાત હતો અને તે 2017થી વાણિજ્ય દૂતાવાસ પર કાર્યારત છે.