છત્તીસગઢઃ રાજયના દાંતીવાડા પોલીસે મોટી સફળતા મેળવી છે. નક્સલી તાતી લખમાએ નક્સલવાદ છોડી પોલીસને આત્મસમર્પણ કર્યુ છે. તાતીએ સીઆરપીએફના DIG ડી એન લાલા અને દંતેવાડાના SP સામે આત્મસમર્પણ કર્યુ છે.
અનેક નક્સલી હુમલામાંં સામેલ હતો
છત્તીસગઢમાં વારંવાર નક્સલી હુમલાઓ થતાં રહેતા હોય છે. તેમજ ત્યાં નક્સલીઓનું પ્રમાણ પણ વધું છે. જેમાંનો એક નક્સલી તાતી લખમાં જે અનેક નક્સલી ઘટનાઓમાં સામેલ હતો. જેને પકડી પાડવા સરકારે તેના પર 1 લાખનું ઈનામ જાહેર કર્યુ હતુ.
આ ઉપરાંત તાતી અનેક ગુનાઓમાં સામેલ હતો. તાતી લખમાં દુરદર્શ ચેનલના કેમેરામેન અને 3 જવાનોની હત્યા કરવામાં પણ સામેલ હતો. આ સિવાય તે હત્યા પોલીસ ફાયરિંગ અને આગ જેવી અનેક ઘટનાઓમાં સંડાવાયેલો હતો.
તાતી એક કમાન્ડર હતો
તાતી લખમાં મલંગીર એરિયા કમિટીમાં સીએનએમ કમાન્ડરની પોસ્ટ પર હતો. લખમાએ 2008માંં નક્લસ સગંઠન સાથે જોડાયો હતો. આખરે નક્સલીથી તંગ આવીને તેણે આત્મસમર્પણ કરી દીધું છે.