મુંબઇ: સોમવારે મુંબઈના મુલુંડની એક હોસ્પિટલમાં આગ લાગી હતી. આગના કારણે 40 દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જોકે આ ઘટનામાં એક દર્દીનું મોત નીપજ્યું છે. ફાયર વિભાગની ટીમે ઘટના પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગને પગલે દર્દીઓને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. BMCએ કહ્યું કે આમાંથી એક દર્દીનું મોત થયું છે.