મેરઠ: લિસાડી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની આશીયાના કોલોનીમાં રહેતા આસ મોહમ્મદ નામનો વ્યક્તિ ચાઇનીઝનો સ્ટોલ ચલાની તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. આસ મહંમદનું હેવું છે કે, તેનું લાઇટનું બિલ 3410 રૂપિયા આવ્યું હતું. પરંતુ જ્યારે તે બિલ ભરવા ગયો ત્યારે તેને કહેવામાં આવ્યું કે તમારું લાઇટ બિલ 1 કરોડ 82 લાખ રૂપિયા છે.
આસ મોહમ્મદનો આરોપ છે કે જ્યારે તે પોતાનું ઘરનું વીજળીનું બિલ ભરવા માટે પાવર હાઉસ પહોંચ્યો ત્યારે કેશ કાઉન્ટર પર બેઠેલા કેશિયરે તેમને એક કરોડ 82 લાખ રૂપિયાનું વીજ બિલ છે તેમ કહ્યું હતું. જ્યારે તેણે કહ્યું કે તેની પાસે બિલ છે જેમાં રૂપિયા 3410 છે. પરંતુ કેશ કાઉન્ટર પર બેઠેલા કર્મચારીઓએ તેનું બિલ ભરવાની ના પાડી દીધી હતી.
ત્યારબાદ તે ઉચ્ચ અધિકારીઓ પાસે ગયો હતો.પરંતુ તેનો કોઇ પણ નિકાલ કરવામાં આવ્યો હતો નહિ. તેને વારંવાર પાવર હાઉસના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે વીજળી બિલમાં આટલો મોટો ગોટાળો કેવી રીતે હોઇ શકે.