આજે આ તહેવારને ધ્યાને રાખી પ્રથમ દિવસે જ રાજ્યમાં શાનદાર કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. જ્યાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ સમારોહમાં રાજ્યના સાંસ્કૃતિક પ્રધાન પણ હાજર રહ્યા હતાં.
આ કાર્યક્રમમાં કેરલની વિવિધ સંસ્કૃતિના દર્શન થાય છે. જ્યાં જુલૂસ પણ કાઢવામાં આવે છે. લોકો અહીં લોકકલામાં મડિયાદત્તમ મડિયાદત્તમ, થેયમ, કથકલી, કુમ્માટ્ટિકલી, ચેંદા, મેલમ, પંજા વાદમ જેવી કલાઓ અહીં રજૂ કરતા હોય છે. આ કાર્યક્રમમાં લોકો રંગબેરંગી પરિધાન ધારણ કરી આવે છે. લોકો ઢોલ અને નગારાના તાલ સાથે નૃત્ય કરતા હોય છે.
આ તહેવારા ચિંગમ મહિનામાં (સપ્ટેમ્બર)માં ઉજવવામાં આવે છે. આ તહેવારમાં પહેલાના જમાનામાં રાજા પોતાની જનતા અને સેના સાથે રંગબેરંગી વસ્ત્ર ધારણ કરી જૂલૂસ કાઢતા હતા. અહીં રાજા અને તેમની સેના દ્વારા નૃત્ય કરવામાં આવતું હતું. આ તહેવાર ધામધૂમ સાથે ઉજવવામાં આવતો હતો.
હકીકતમાં જોઈએ તો, કેરલમાં રાજાઓના અંત બાદ રાજ્યમાં આ પ્રકારના જુલૂસ નિકળવાનું બંધ થઈ ગયું હતું. જો કે, અહીંના લોકોએ પ્રદર્શન યોજીને હાલમાં પણ તેને જીવંત રાખ્યું છે.