ETV Bharat / bharat

પીએમ કેયર્સ અંગે કાયદા પ્રધાને કહ્યું, "કોંગ્રેસ રાજમાં થતો હતો ફંડનો દુરૂપયોગ" - Union Minister Ravi Shankar Prasad

પીએમ કેયર્સ ફંડમાં જમા થયેલી રકમને રાષ્ટ્રીય રાહત આપત્તિ ભંડોળમાં ટ્રાન્સફર કરવાની અરજી મામલામાં કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે પ્રતિક્રિયા આપી છે. તેમણે કોર્ટના નિર્ણયને આવકાર્યો છે. સાથે જ તેમણે કહ્યું કે કોંગ્રેસ રાજમાં ફંડનો દુરૂપયોગ થયો હતો.

RAVISHANKAR-PRASAD-
પીએમ કેયર્સ પર કાનૂન પ્રધાને કહ્યું કે કોંગ્રેસ રાજમાં થયો હતો ફંડનો દુરૂપયોગ
author img

By

Published : Aug 18, 2020, 10:08 PM IST

નવી દિલ્હીઃ પીએમ કેયર્સ ફંડમાં જમા થયેલી રકમને રાષ્ટ્રીય રાહત આપત્તિ ભંડોળમાં ટ્રાન્સફર કરવાની અરજી મામલામાં કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે પ્રતિક્રિયા આપી છે. તેમણે કોર્ટના નિર્ણયને આવકાર્યો છે. સાથે જ તેમણે કહ્યું કે કોંગ્રેસ રાજમાં ફંડનો દુરૂપયોગ થયો હતો.

  • The verdict by Supreme Court on PM CARES is a resounding blow to the nefarious designs of Rahul Gandhi & his band of ‘rent a cause’ activists. It shows that the truth shines despite the ill intent and malicious efforts of the Congress party and its associates.

    — Jagat Prakash Nadda (@JPNadda) August 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સુપ્રીમ કોર્ટે પીએમ કેયર્સ ફંડમાં જમાં થયેલી રકમને નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ (NDRF)માં ટ્રાન્સફર કરવાની અરજીને ફગાવી દીધી છે. આ અંગે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે પ્રતિક્રિયા આપી છે. તેમણે આ મુદ્દાને લઇને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.

સુપ્રિમ કોર્ટ તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ગંભાર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી દ્વારા પ્રાયોજિત ષંડયંત્રનો પર્દાફાશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે આજે પીએમ કેયર્સ ફંડને મંજૂરી આપી દીધી છે. રવિશંકર પ્રસાદે વધુમાં જણાવ્યું કે, રાહુલ ગાંધીએ પહેલા દિવસથી જ કોરોના વિરૂદ્ધ લડાઇમાં દેશની એકતાને નબળી કરવાનો પ્રયાસ કર્યો છે.

  • Rahul Gandhi’s rants have been repeatedly dismissed by the common man who has overwhelmingly contributed to PM CARES. With the highest court also pronouncing its verdict, will Rahul & his ‘rent a cause’ activist army mend their ways or embarrass themselves further?

તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટનો આજે એક મહત્વપૂર્ણ નિર્ણય આવ્યો છે, જેમાં પીએમ કેયર્સ ફંડને NDRFમાં ટ્રાન્સફર કરવાની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. પીએમ કેયર્સ ફંડમાં અત્યાર સુધીમાં 3 હજાર 100 કરોડ રૂપિયા કોરોના સામે લડવા માટે આપવામાં આવ્યા છે, જેમાં 2 હજાર કરોડ રૂપિયા ફક્ત વેન્ટિલેટર માટે જ આપવામાં આવ્યા છે.

  • The Gandhi family treated PMNRF as it’s personal fiefdom for decades & brazenly transferred citizens’ hard-earned money from PMNRF to its family trusts.The country very well know that the orchestrated smear campaign against PM CARES is an attempt by the Congress to wash its sins.

રવિશંકર પ્રસાદે કહ્યું કે રાજીવ ગાંધી ફાઉન્ડેશન દ્વારા જે રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો, તે રીપોર્ટમાં પણ કહેવામાં આવ્યું હતું કે ભારત-ચીન સંબંધોને સુધારવા માટે ભારતનું બજાર ચીન માટે ખોલવું જરૂરી છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસે કોરોના સામેની લડતને નબળી બનાવવામાં કોઇ કસર છોડી નથી.

તેમણે કહ્યું કે પીએમ કેયર ફંડમાં કાનૂની આવશ્યકતા અને સ્વૈચ્છિક ધોરણે પ્રાપ્ત થયેલા ધનને પારદર્શક સંચાલનના સંદર્ભમાં પારદર્શિતા મહત્વપૂર્ણ છે. અમારી સરકાર પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ લાગ્યો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.