મેરઠ: એડવોકેટ રિઝવાન રમઝાનીના નામથી વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર અલગ અલગ ગ્રુપમાં CAAના વિરોધમાં ભારત બંધની અપીલ કરવામાં આવી હતી. જો કે, પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે ખુલાસો થયો હતો. આ શખ્સને જેમ જાણ થઇ કે તેના નામથી ખોટા મેસેજ વાયરલ થઇ રહ્યા છે. જેની તુરંત જ પોલીસને જાણ કરી હતી.
આ આગાઉ પણ CAAના વિરોધમાં 20 ડિસેમ્બરના રોજ હિંસા થઈ હતી, ત્યારે પણ આ જ વ્યક્તિના નામનો ઉપયોગ ખોટા મેસજ ફેલાવાયો હતો અને સોશિયલ મીડિયામાં અપીલ કરવામાં આવી હતી. આ સિવાય પોસ્ટર્સ ઉપર પણ રિઝવાન રમઝાનીના નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જોકે આ શખ્યનું કહેવું છે કે, મેં કોઇ પણ પ્રકારના વિરોધથી કોઇ મતલબ નથી. તેણે કહ્યું કે, હું કોઈ ઉમેલા-એ-હિંદને નથી ઓળખતો અને તેનાથી મારે કોઇ મતલબ નથી. આ ઘટના સામે આવતાની સાથે જે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.