નવી દિલ્હી: મોબાઈલ એપ્લિકેશન આધારિત કેબ સેવા OLA કંપનીએ દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ સાથે ભાગીદારી કરી છે. આ અંતર્ગત, ઓલા દર્દીઓને મફતમાં હોસ્પિટલમાં લઈ જવા માટે કેબ સેવા આપશે.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, જો કોઈને પણ કોવિડ-19 સિવાય જેમ કે ડાયાલિસિસ, કીમોથેરાપી ઉપરાંત ઇજાને કારણે ઘાયલ દર્દીઓનો સમાવેશ થાય છે, તો તે દર્દીઓને કંપની ફ્રીમાં હોસ્પિટલ પહોંચાડશે.
કેબ ડ્રાઈવર પાસે માસ્ક, સેનિટાઈઝર અને ગ્લોવઝ ઉપલબ્ધ હશે. પ્રશિક્ષિત ડ્રાઈવર દ્વારા સેવા આપવામાં આવશે.