નવી દિલ્હી: દિલ્હીની હોસ્પિટલોમાં નર્સો અને આરોગ્યસંભાળ કરનારા કામદારોને પી.પી.ઇ કીટ ન મળવાને કારણે નર્સોના મોત અંગે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારના સંબંધિત અધિકારીઓને સમન્સ પાઠવ્યા છે. મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ અધિકારીઓને આજે સમન્સ પાઠવ્યું છે.
સુનાવણી દરમિયાન કોર્ટે આજે કેન્દ્ર સરકારના વકીલ દ્વારા વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના અંગેની મર્યાદિત માહિતી આપવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે પૂછ્યું હતું કે કોરોના ડ્યુટી દરમિયાન હેલ્થકેર વર્કર્સ અને અન્ય હેલ્થકેર કર્મચારીઓને આ યોજનામાં શામેલ કરવામાં આવ્યા છે કે કેમ. પરંતુ આ સવાલનો જવાબ કોઈ આપી શક્યું નહીં. તે પછી કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારના અધિકારીઓને આજે હાજર રહેવા આદેશ આપ્યો છે.
ગત 3 જુલાઇએ કોર્ટે નર્સોની સલામતી માટેના પગલાં રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન અરજદાર વતી વકીલ મનોજ વી. જ્યોર્જે કહ્યું કે, આરોગ્ય કર્મચારીઓ ડૉકરોની જેમ જ જોખમનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, તેમને સમાન રક્ષણની જરૂર છે. તેમને પી.પી.ઇ. સહિત અન્ય સલામતી કીટ પણ પૂરી પાડવાની જરૂર છે. ત્યારબાદ કોર્ટે અરજદારને નર્સો અને આરોગ્યસંભાળ કામદારોની સલામતી માટેના પગલા સૂચવવા નિર્દેશ આપ્યો હતો.
કોરોના સંક્રમણ દર્દીઓની સારવારમાં રોકાયેલા ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ વચ્ચે ભેદભાવ રાખી શકાય નહીં. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે નર્સો પણ ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર છે, તેથી તેમને સેફટી કીટ પણ આપવાની જરૂર છે. પરંતુ મોટાભાગના ખાનગી નર્સિંગ હોમ્સમાં તેનું પાલન થતું નથી.