ભુવનેશ્વરઃ ઓડિશા સરકારે ટેસ્ટની સુવિધાઓ વધારવા માટે પ્રાઈવેટ હોસ્પીટલ, નર્સિંગ હોમ અને લેબને રેપિડ એન્ટીજન અને આરટી-પીસીઆર પદ્ધતિઓથી કોવિડ-19ના ટેસ્ટ કરવાની અનુમતી આપી છે. સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શનિવારે એક સુચના જાહેર કરવામાં આવી છે. વિભાગે રેપિડ એન્ટીજન અને આરટી-પીસીઆરના નિયમોમાં રહીને કોરોનાના ટેસ્ટ કરવાના દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. આ સુચનામાં કહેવાયું છે કે, પ્રાઈવેટ સંસ્થાઓએ ICMRના નિયમોનું પાલન કરવું આવશ્યક છે.
જાહેરનામા મુજબ, નમૂનાઓને ચકાસવાના પરિણામો વ્યક્તિને આપતા પહેલા રાજ્ય અધિકારીઓને જાણ કરવી પડે છે. રેપિડ એન્ટીજન ટેસ્ટ માટે ખાનગી સંસ્થાઓ મહત્તમ 450 રૂપિયા વસૂલ કરી શકશે જ્યારે આરટી-પીસીઆર માટે 2,200 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. સૂચનામાં જણાવાયું છે કે, કોરોના વાઇરસની ટેસ્ટ કરનારી તમામ ખાનગી નર્સિંગ હોમ્સ, હોસ્પિટલો અને પ્રયોગશાળાઓ ઓડિશા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1990 હેઠળ નોંધણી કરાવવી આવશ્યક છે.
જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, 'ટેસ્ટના પરિણામોની જાણ રાજ્યના અધિકારીઓને પહેલા થવી જોઈએ અને 24 કલાક પછી સંબંધિત વ્યક્તિને જાણ કરવી જોઈએ.' જેમાંથી 33,479 ચેપ લાગ્યાં છે. આપને જણાવી દઇએ કે શરૂઆતમાં આ રાજ્ય કોરોના વાઇરસને નિયંત્રણમાં રાખવામાં સક્ષમ હતું, પરંતુ વિવિધ રાજ્યોથી સ્થળાંતર કરનારાઓના આગમન પછી પરિસ્થિતિ ઝડપથી બગડવાની શરૂઆત થઈ હતી અને હવે પરિસ્થિતિ એકદમ ખરાબ છે.