નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાઇરસના વધતા જતા કેસની વચ્ચે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે, હવે દિલ્હીમાં ઓછામાં ઓછા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. દિલ્હીમાં વધુમાં વધુ લોકો ઘર પર જ સ્વસ્થ થઇ રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, જ્યાં ગત્ત અઠવાડિયે હોસ્પિટલમાં લગભગ 2300 નવા દર્દીઓ હતાં, તો હવે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા 6200થી 5300 સુધી ઓછી થઇ છે. રવિવારે દિલ્હીમાં 9900 કોરોના બેડ ખાલી થયાં છે.
આ ઉપરાંત દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે રાધા સ્વામી સત્સંગ પરિસરમાં આઇટીબીપીના 10,000 બેડના કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી. દિલ્હીના છેલ્લા મેડિકલ બુલેટિન અનુસાર દિલ્હીમાં અત્યાર સુધી 97,200 કોવિડ 19ના કેસ સામે આવ્યાં છે. જેમાં 68,256 લોકો સ્વસ્થ થયા છે, તો દિલ્હીમાં સક્રિય કેસની સંખ્યા 25,940 છે.
-
Less and less people in Delhi are now requiring hospitalisation, more and more people are getting cured at home. Whereas there were around 2300 new patients daily last week, no of patients in hospital has gone down from 6200 to 5300. Today, 9900 corona beds are free
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Less and less people in Delhi are now requiring hospitalisation, more and more people are getting cured at home. Whereas there were around 2300 new patients daily last week, no of patients in hospital has gone down from 6200 to 5300. Today, 9900 corona beds are free
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 5, 2020Less and less people in Delhi are now requiring hospitalisation, more and more people are getting cured at home. Whereas there were around 2300 new patients daily last week, no of patients in hospital has gone down from 6200 to 5300. Today, 9900 corona beds are free
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 5, 2020
દેશમાં 24 કલાકમાં રેકોર્ડ 24,850 નવા કેસ
દેશમાં કોરોના વાઇરસનું સંક્રમણ તેજીથી ફેલાઇ રહ્યું છે, પરંતુ સારી બાબાત એ છે કે, કોરોના વાઇરસથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા પણ તેજીથી વધી રહી છે. દેશભરમાં અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકો કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં એટલે કે શનિવારે સવારે 8 કલાક દરમિયાન દેશભરમાં 14,856 લોકો કોરોના વાઇરસથી સ્વસ્થ થયા છે અને અત્યાર સુધીમાં દેશમાં કુલ 40,9082 લોકો સ્વસ્થ થયા છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના 673165 કેસ સામે આવ્યાં છે. છેલ્લા 24 કલાક દરમિયાન પુરા દેશમાં રેકોર્ડ બ્રેક 24850 નવા કેસ સામે આવ્યાં છે.