લખનઉ: કોરોના વાઇરસના દર્દીનીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. સરકારી આંકડાઓ મુજબ વધુ 2819 સેમ્પલોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 107 કોરોનાના નવા દર્દીઓ સામે આવ્યા છે. આ દરેક કોરોના સંક્રમિત દર્દીઓ યુપીના અલગ અલગ જિલ્લામાંથી સામે આવ્યા છે. આ દરેક લોકોના સેમ્પલ થોડા દિવસ પહેલા લેવામાં આવ્યા હતા. જેમાંથી 107 લોકોના રિપોર્ટ પોઝિટવ આવ્યા છે.
- લખનઉ 60
સંભલ 18
બસ્તી 01
બલરામપુર 01
હરદોઇ 10
રાય બરેલી 01
બલિયા 01
બારાબંકી 15 - કુલ 107
આ પછી લખનઉ, સંભલ, અયોધ્યા, લખીમપુર, બહરાઇચ, બારાબંકી, હરદોઈ, કન્ટેન્ટ ઝોન સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. તમામ કોરોના દર્દીઓને પણ ત્યાનાં લેવલ-1 કોવિડ -19 હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. રાજ્યભરમાં સક્રિય દર્દીઓની સંખ્યા 7558 છે.તો અત્યાર સુધી 17597 કોરોના વાઇરસના દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આ સાથે, ઉત્તર પ્રદેશમાં કોરોનાથી 749 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા કુલ 25904એ પહોંચી છે.