નવી દિલ્હીઃ NTA દ્વારા લેવામાં આવતી અન્ય પ્રવેશ પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. એનટીએએ યુજીસી નેટ જૂન 2020 , ઈગ્નુ એમબીએ પ્રવેશ પરીક્ષા ઓપનમેટ અને પીએચડી પ્રવેશ પરીક્ષા સહિત વિવિધ પ્રવેશ પરીક્ષાઓની તારીખોની ઘોષણા કરી છે. એનટીએ 20 ઓગસ્ટ, 2020ને ગુરુવારે જાહેર કરેલી સત્તાવાર માહિતી દ્વારા કુલ 7 પરીક્ષાઓની તારીખોની ઘોષણા કરી છે. આ પ્રવેશ પરીક્ષાઓ સપ્ટેમ્બરથી- ઓક્ટોબર વચ્ચે લેવામાં આવશે. જો કે, આઇસીએઆર એઆઈઇઇએ 2020 પ્રવેશ પરીક્ષા માટેની નિયત તારીખ ટૂંક સમયમાં એજન્સી દ્વારા જાહેર કરી શકાય છે. જે ઉમેદવારોએ આ પ્રવેશ પરીક્ષાઓ માટે અરજી કરી છે, તેઓ એનટીએની સત્તાવાર વેબસાઇટ નીચે આપેલ સીધી લીંક ઉપરથી તેમની સંબંધિત પ્રવેશ પરીક્ષાની તારીખ ચકાસી શકશે.
https://data.nta.ac.in/Download/Notice/Notice_20200820174440.pdf
NTA પરીક્ષા કેલેન્ડર 2020 - રિવાઈઝ્ડ પરીક્ષાની તારીખ
Exam Name | Date |
UGC NET June 2020 | 16th to 18th Sept 2020 21st to 25th Sept 2020 |
DUET 2020 - Delhi University | 6th to 11th Sept 2020 |
ICAR AIEEA 2020 | 7th and 8th Sept 2020 |
IGNOU Open MAT 2020 | 15th Sept 2020 |
AIAPGET 2020 | 28th Sept 2020 |
IGNOU PhD Entrance Test 2020 | 4th October 2020 |
ICAR PhD, Masters degree, JRF/SRS | જાહેર કરવામાં આવશે |
એડમિટ કાર્ડ પરીક્ષાના 15 દિવસ પહેલા આપવામાં આવશે
- પરીક્ષાને લગતી જરુરી માહિતી સિવાય NTAએ એડમિટ કાર્ડ વિશેની જાણકારી આપી છે.
- એજન્સીએ જાણકારી આપી છે કે, એડમિટ કાર્ડ પરીક્ષાના 15 દિવસ પહેલા મળશે.
- જો તમને 6 સપ્ટેમ્બરે પરીક્ષા હશે તો 23 ઓગસ્ટે એડમિટ કાર્ડ મળી જશે.