ETV Bharat / bharat

હવે મહિલાઓના ઘરેણાં બનશે હથિયાર, આવી રીતે કરશે રક્ષા - બ્લૂટૂથ ડિવાઈસ

મહિલાઓ હવે માત્ર પોતાની સુંદરતા વધારવા માટે નહીં, પરંતુ પોતાની સુરક્ષા માટે પણ ઘરેણાં પહેરી શકશે. ઘરેણાંની સુરક્ષાથી જોડાયેલા ડરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રોકવામાં આવશે. કારણ કે ત્યાં મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક વિશેષ ઉપકરણ બનાવવામાં આવ્યું છે. આ ઉપકરણ મહિલાઓના ઘરેણાંઓમાં લગાડવામાં આવશે અને તેમની સુરક્ષાની સાથે સાથે તેમની સુંદરતામાં પણ વધારો કરશે.

મહિલાઓના ઘરેણાં
મહિલાઓના ઘરેણાં
author img

By

Published : Oct 6, 2020, 7:24 PM IST

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ઘરેણાઓની સુરક્ષા અને મહિલાઓની સુરક્ષાથી જોડાયેલા ખતરાને ઓછો કરવા માટે એક વિશેષ ઉપકરણ બનાવવામાં આવ્યું છે. આ સુરક્ષા ઉપકરણને વિશેષ રૂપથી દેશમાં છેડતી અને દુષ્કર્મની ઘટનાઓને રોકવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. વારાણસીના શ્યામ ચૌરસિયા અને દિલ્હીના રચના રાજેન્દ્રને મહિલાઓની છેડતી અને અન્ય ગુનાઓને રોકવા માટે મહિલા સુરક્ષા આભૂષણ ડિઝાઈન કર્યું છે.

રચના રાજેન્દ્રને કહ્યું, આ સુરક્ષા ઉપકરણને વિશેષ રૂપથી દેશમાં છેડતી અને દુષ્કર્મની ઘટનાઓને રોકવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. ડિવાઈસને ઘરેણાની અંદર લગાવીને બ્લૂટૂથના માધ્યમથી જોડવામાં આવશે. જો કોઈ મહિલા મુશ્કેલીમાં હશે તો તે આ ઘરેણામાં લગાવેલા બટનને દબાવીને પોલીસ અને પરિવારના સભ્યો બંને નંબર પર પોતાનું લોકેશન મોકલી શકશે. એટલે સંકટ સમયે મહિલાઓની રક્ષા કરી શકાય. તેમણે જણાવ્યું કે, આની વિશેષતા એ છે કે તે ત્યારે પણ સારી રીતે કામ કરી શકશે જ્યારે આને મોબાઈલ ફોનના સ્ક્રિન લોક અથવા વોલેટની અંદર રાખવામાં આવે. જો કોઈ તમારા ઘરેણાં છીનવી લે તો આ ઉપકરણ તરત જ તે વ્યક્તિના સ્થળની જાણકારી મળી શકશે. આ ગેઝેટ સરળતાથી ઉપયોગમાં લાવી શકાશે.

યુવા વૈજ્ઞાનિક શ્યામ ચૌરસિયાએ કહ્યું, જ્યારે પણ મોડી રાત સુધી કામ કરનારી મહિલાઓ મુસીબતમાં પડશે તો છેડતી કરનારાઓ તેનો મોબાઈલ અને પર્સ છીનવી લે છે. ઘરેણામાં ડિવાઈસ દબાવવાથી તેની સાથે બ્લૂટૂથ કામ કરવાનું શરૂ કરી દેશે. આ બ્લૂટૂથ 3થી 5 મીટરની અંદર કામ કરશે. આ ઉપકરણથી મહિલાની સાથે સાથે તેના ઘરેણાની પણ સુરક્ષા થશે. આમાં એક બ્લૂટૂથ મોડ્યુલ અને એક ચાર્જેબલ બેટરી પણ હોય છે, જે લગભગ 10 કલાક સુધી ચાલે છે. આ ઘરેણાનું નામ 'વીમેન સેફ્ટી એન્ટી જ્વેલરી' રાખવામાં આવ્યું છે. આને બનાવવામાં 2-3 મહિનાનો સમય લાગ્યો છે. આ ઉપકરણની કિંમત રૂ. 900 છે અને આ સંપૂર્ણ રીતે મેડ ઈન ઈન્ડિયા છે.

ગોરખપુરના વીર બહાદુરસિંહ તારામંડળના વૈજ્ઞાનિક અધિકારી મહાદેવ પાંડેએ કહ્યું, આ એક સારું ગેઝેટ છે. આ મહિલાઓની સુરક્ષા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. આનું ટેક્નિકલ પરીક્ષણ સરકાર દ્વારા કરવામાં આવશે. બીએચયુના પ્રોફેસર અને ઈનોવેશન સેન્ટરના મનીષ અરોડાએ કહ્યું આ એક સાહસી પ્રયાસ છે. જોકે, આ ત્યારે જ સફળ થશે જ્યારે આને ઉદ્યોગના સહયોગથી ચલાવવામાં આવશે. કેટલાય પ્રમુખ કોર્પોરેટ જ્વેલર્સ છે, જેમનાથી સંપર્ક કરવો એ ફાયદાકારક સાબિત થશે. ઘરેણાંમાં લગાવેલા આ બ્લૂટૂથ ડિવાઈસની સાથે આ ઈનોવેશન ખૂબ જ સારું છે. મુસીબતમાં બટન દબાવવાથી વ્યક્તિના પરિવારને એલર્ટ મળશે. આ મહિલા સુરક્ષા પર એક વિવેકપૂર્ણ પ્રયાસ છે, પરંતુ આ નવાચારને બજાર સુધી લઈ જવું પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.