નવી દિલ્હી: અન્ના વાયએસઆર કોંગ્રેસ દ્વારા આ અરજી કરવામાં આવી છે. અરજદાર વતી વકીલ મીનાક્ષી અરોરા અને વિપિન નાયરે કહ્યું કે, અન્ના વાયએસઆર કોંગ્રેસ પાર્ટી એક રજિસ્ટર્ડ પાર્ટી છે. આ પાર્ટીનું રજીસ્ટ્રેશન 29 સપ્ટેમ્બર 2015 ના રોજ કરવામાં આવ્યું હતું. છેલ્લી સામાન્ય ચૂંટણીમાં, તેમણે અન્ના વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના નામ 'હળ' ચૂંટણી નિશાન સાથે લડ્યા હતા.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જગનમોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસ પાર્ટી 11 જાન્યુઆરી, 2011ના રોજ યુવજન શ્રમિક રાયતુ કોંગ્રેસ પાર્ટીના નામે નોંધાઈ હતી. આંધ્રપ્રદેશમાં આ પાર્ટીની સરકાર છે. પત્રમાં જગનમોહનની પાર્ટીના લેટરહેડમાં સંક્ષિપ્ત નામ વાઈએસઆરના ઉલ્લેખ કરાયો છે. અન્ના વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે, જગનમોહનની પાર્ટી તેમના પક્ષની જેમ ટૂંકું નામ વાયએસઆરનો ઉપયોગ કરે છે. જે ગેરકાયદેસર છે.