નવી દિલ્હીઃ સફૂરા ઝરગરે ટ્રાયલ પટિયાલા હાઉસ કોર્ટે સફૂરા ઝરગરની જામીન અરજી ફગાવી દેતાં સફૂરાએ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. સુનાવણી દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, તે 21 મહિનાની સગર્ભા છે તેમજ પોલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમથી પીડિત છે. જેના પગલે તેને ગર્ભપાત થવાનો ભય છે.
આ મામલે દિલ્હી હાઇકોર્ટે દિલ્હી પોલીસને 22 જૂન સુધીમાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
ગત 30 મેના રોજ સુનાવણીમાં દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે સફૂરા ઝરગરની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે, તેમણે ભડકાઉ ભાષણો આપ્યા હતા. આ માટે તેણે તૈયારીઓ પણ કરી હતી. સફૂરાએ ઘણા વિસ્તારોમાં યોજાયેલી CAAના વિરોધ પ્રદર્શનની રેલીઓમાં ભાગ લીધો હતો. તેમજ જાફરાબાદ મેટ્રો સ્ટેશન બંધ કરાવવામાં પણ ભૂમિકા ભજવી હતી.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસામાં 53 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 200થી વધુ ઘાયલ થયા છે.