ઇવેન્સટન, ઇલીનોઇ: સેમ્યુઅલ આઈ. સ્ટુપની આગેવાનીમાં સંશોધન કરી રહેલા સંશોધનકારોની ટીમે “રોબોટીક સોફ્ટ મેટર બાય નોર્થવેસ્ટન ટીમ” નામનું એક સોફ્ટ મટીરીયલનું જુથ તૈયાર કર્યુ છે જે જીવંત પ્રાણીઓની નકલ કરે છે. જ્યારે તેના પર ટોર્ચનો પ્રકાશ પાડવામાં આવે ત્યારે ફીલ્મ જેવુ પાતળુ મટીરીયલ સક્રીય થાય છે ત્યાર બાદ તે વાંકુ થાય છે, ફરે છે અને સપાટી પર સરકે પણ છે. પરીણામે તે ઉર્જા, આયુર્વેદીક દવા અને આધુનિક દવાના ક્ષેત્રમાં ઘણા સારા કાર્યો કરવાની ઉજળી શક્યતા ધરાવે છે.
આ પ્રયોગાત્મક અભ્યાસની આગેવાની કરનાર નોર્થવેસ્ટન યુનિવર્સીટીના સંશોધક સેમ્યુઅલ આઇ. સ્ટુપે કહ્યુ હતુ કે, “આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ કે જ્યાં આપણા રોજીંદા જીવનને સરળ બનાવવા માટે દરરોજ અદ્યતન ડીવાઇઝ તૈયાર થઈ રહ્યા છે.” તેમણે ઉમેર્યુ હતુ કે, “આપણો આગામી પડાવ એક એવા જડ પદાર્થની શોધ કરવાનો છે કે જે આપણા રોજીંદા જીવનમાં લાભકારક નીવડી શકે. તે જીવંત પ્રાણીની જેમ કામ કરી શકે તેવી રીતે તેને તૈયાર કરી શકીશુ.”
આ મટીરીયલનું સટ્રક્ચર નેનોસ્કેલ પેપ્ટાઇડ એસેમ્બલીનુ બનેલુ છે જે આ મટીરીયલમાંથી પાણીના પરમાણુને બહાર કાઢવાનુ કામ કરે છે. જ્યારે આ મટીરીયલ પર પ્રકાશ પાડવામાં આવે છે ત્યારે તેમાં હલન ચલન થાય છે કારણ કે તેમાં રહેલુ પાણી બહાર આવે છે અને જ્યારે લાઇટ બંધ કરવામાં આવે ત્યારે પાણી આ મટીરીયલમાં પરત જાય છે. પરીણામે, તે ‘ડીરેક્શનલ મોશનને શરૂ કરે છે.
સ્ટુપ પાસે ઘણા પોર્ટફોલિયો છે. તે બોર્ડ ઓફ ટ્રસ્ટી છે. તે નોર્થવેસ્ટન યુનિવર્સીટીમાં મટીરીયલ્સ સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ, કેમેસ્ટ્રી, મેડીસીન એન્ડ બાયોમેડીકલના પ્રોફેસર છે તેમજ સીમ્પસન ક્વેરી ઇન્સ્ટીટ્યુટના ડીરેક્ટર છે. આ ઉપરાંત તેમની નીમણુકો મેક્રોમીક સ્કુલ ઓફ ઇન્જીનીયરીંગ, વીનબર્ગ કૉલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ અને ફીનબર્ગ સ્કુલ ઓફ મેડીસીનમાં પણ થયેલી છે. આ મટીરીયલના જીવંત વસ્તુ જેવા વર્તનની સમાનતાઓની આગેવાની વેનીબર્ગ ખાતે કેમેસ્ટ્રીના પ્રોફેસર જ્યોર્જ સ્કેટ્ઝ, ચાર્લ્સ ઈ. અને એમા એચ. મોરીસન કરી રહ્યા છે. પોસ્ટ ડોક્ટરીયલની ડીગ્રી ધરાવતા સ્ટુપ લેબોરેટરીના ચંગ લી અને સ્કેટ્ઝ લેબોરેટરીમાં કામ કરતા ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ અયસેનુર ઇસેન આ અભ્યાસના સહ-લેખક છે.