Anchor VO- ઉત્તર કોરિયાનું ફિશિંગ કેમ્પેન જે કોવિડ -19 થીમ પર આધારીત છે, એક મોટા સાયબર એટેકનું કાવતરું ઘડી રહ્યું છે. ઉત્તર કોરિયાનું હેકર ગ્રુપ 'લૈજારસ' 20 લાખ ભારતીયોને નિશાન બનાવશે. તેઓ ફિશિંગ મારફતે ભારતીઓને દગો કરી શકે છે, છેતરી શકે છે. આ યુક્તિ સાયબર ક્રાઈમના પુસ્તકની સૌથી જૂની યુક્તિ છે, ઘણા લોકો હજી પણ તેમાં છેતરાઇ જાય છે. તેનાથી બચવાનો એક માત્ર રસ્તો છે કે તેમની પદ્ધતિઓ વિશે જાગૃત રહેવું.
કોરોના વાઇરસના માર સહન કરી રહેલા ભારત દેશ પર હવે સાયબર એટેકનો ભય સતાવી રહ્યો છે. સાયબર હેકરો રવિવાર 21 જૂને ભારત સહિત છ દેશો પર હુમલો કરી શકે છે. ઉત્તર કોરિયન હેકર જૂથ 'લૈજારસ' કોવિડ -19 સંબંધિત રાહત કાર્યના નામે આ દેશોમાં લોકોને છેતરવાની યોજના બનાવી રહ્યું છે. આ છ દેશોમાં ભારત પણ શામેલ છે.
ZDNetના અહેવાલ મુજબ, આ હુમલાના 50 લાખથી વધુ લોકો શિકાર થઇ શકે છે. ઉપરાંત, હેકર્સ છ મોટા દેશોના નાના અને મોટા ઉદ્યોગોને નિશાન બનાવી શકે છે. આ છ દેશોમાં ભારત, સિંગાપોર, દક્ષિણ કોરિયા, જાપાન, બ્રિટન અને અમેરિકા શામેલ છે.
સિંગાપોરમાં સાયબર સિક્યુરિટી વિક્રેતા વફિરમાના જણાવ્યા મુજબ, ઉત્તર કોરિયન હેકર સમૂહ આર્થિક લાભ મેળવવા માંગે છે, જ્યાં તે ઇમેલ મોકલીને છલ-કપટથી વેબસાઇટ્સ પર લઇ જઇને તેમના અંગત અને નાણાકીય ડેટા જાહેર કરવાની લાલચ આપશે. 'લૈજારસ' નામના આ હેકર સમૂહે જાપાનના 11 લાખ લોકો અને ભારતના 20 લાખ લોકોની ઇમેઇલ આઈડી ઉપરાંત યુકેમાં 180,000 વ્યાપારિક સંપર્કો હોવાનો દાવો કર્યો છે.
ગ્રાફિક્સ
જાગતે રહો
ફિશિંગ
હવે જાણીએ શું છે આ ફિશિંગ
આ એક એવી મેથડ છે જેમાં સાયબર ગુનાખોરો તમારી નોંધણી કરાવેલી માહિતી માંગે છે જેમાં તેઓ પોતે કાયદેસર સંસ્થાના પ્રતિનિધિ તરીકે તમારી સમક્ષ રજૂ થાય છે અને તેનો ઉપયોગ તમારા વ્યક્તિગત ડેટાની ચોરી કરવા માટે કરે છે.
તેઓ જેમને છેતરવા માંગે છે અથવા જે ટાર્ગેટ છે તેમને ઈ-મેલ્સ, ટેલિફોન અથવા ટેક્સ્ટ મેસેજ દ્વારા નિશાન બનાવે છે.
બેન્ક એકાઉન્ટ્સ, ક્રેડિટ / ડેબિટ કાર્ડ્સ અથવા કોઈપણ અન્ય સંવેદનશીલ ડેટાની માહિતી ચોરી કરવામાં આવે છે.
ફિશિંગ દ્વારા કોઈ વ્યક્તિને ટાર્ગેટ બનાવ્યા પછી માલવેરનો ઉપયોગ કરવામાં આવી શકે છે. માલવેર એક સોફ્ટ છે જે કમ્પ્યુટર, સોફ્ટવેર અથવા અન્ય સિસ્ટમને હાની પહોંચાડે છે.
ફિશિંગ સામે ક્યા પગલાં લેવા જોઇએ
શું કરવું જોઇએ?
- ઇમેઇલ આવેલી લિંક્સમાં હંમેશાં વેબસાઇટના URL માં સ્પેલીંગ ચેક કરો
- જ્યાં તમને ક્લોન કરેલી વેબસાઇટ પર મોકલવામાં આવે છે તે URL જુઓ
- જો ઇમેઇલ તે વ્યક્તિનો છે કે જેના પર તમે વિશ્વાસ કરો છો અને જો તમારે પૈસા મોકલવાની જરૂર હોય, તો પુષ્ટિ કરવા માટે વ્યક્તિ અથવા સંસ્થાને કૉલ કરો
શું ન કરવું જોઇએ?
- સોશિયલ મીડિયા સાઇટ્સ પર કોઈપણ વ્યક્તિગત વિગતો પોસ્ટ કરશો નહીં
- તમને કોઈ શંકાસ્પદ લાગે તેવા મેલમાં કોઈપણ ફાઇલ જોડાણ ખોલો નહીં
- મેઇલનો જવાબ આપવા માટે ઝડપ ન કરો કારણ કે જવાબ એ પુષ્ટિ કરી શકે છે કે તેને ટાર્ગેટ મળી ગયો છે
નિષ્ણાતો શું કહે છે?
પવન દુગ્ગલ, સાયબરસક્યુરિટી નિષ્ણાત
- માહામારી દરમિયાન ફિશિંગના કેસોમાં વધારો થયો છે
- સરકારે સાયબરસક્યુરિટી કાયદા લાગુ કરવાની જરૂર છે
- ફિશિંગ રાષ્ટ્રીય સુરક્ષાને પણ અસર કરી શકે છે